Sat,20 April 2024,5:08 am
Print
header

મોટી રાહત, દેશમાં કોરોનાના છેલ્લા 50 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિ પર બ્રેક લાગાતી જોવા મળી રહી છે. આજે દેશમાં લગભગ 50 દિવસ પછી કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહીત ઘણા રાજ્યોમાં નવા કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1,52,734 નવા કેસો નોંધાયા છે.

દેશમાં કોરોના વાઈરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1 લાખ 52 હજાર 734 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 2 લાખ 38 હજાર 22 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. 24 કલાક દેશમાં 3,128 લોકોના કોરોનાથી મોત થયા છે.

હાલ દેશમાં કોરોનાના 20 લાખ 26 હજાર 92 કેસ એક્ટિવ છે.રસીકરણમાં પણ ધરખમ વધારો નોંધાયો છે.દેશમાં અત્યાર સુધી 21 કરોડ 31 લાખ 54 હજાર 129 લોકોનું રસીકરણ થઈ ગયું છે. નવા આંકડા સાથે, દેશમાં કોરોનાના કુલ 2,80,47,534 કેસ નોંધાયા છે. રિપોર્ટ અનુસાર વાયરસથી અત્યાર સુધી 2,56,92,342 લોકો સ્વસ્થ થયા છે. રસીકરણ અભિયાન અંતર્ગત 21,31,54,129 રસીના ડોઝ આપવામાં આવ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch