જમ્મુ-કાશ્મીરઃ પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ હતા. હુમલાની જવાબદારી લશ્કર સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા લેવામાં આવી હતી. આ આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના તાલીમ શિબિરની એક તસવીર સામે આવી છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પીઓકેમાં આવેલા આ લશ્કર કેમ્પની સેટેલાઇટ તસવીરો મળી છે. આ શિબિરનું નામ 'જંગલ મંગલ છે અને તે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના માનસેહરા જિલ્લાના અત્તર સીસા શહેરમાં સ્થિત છે. અતર સીસામાં લશ્કરનો એક મોટો આતંકવાદી કેમ્પ છે. જ્યાં આતંકવાદીઓને તાલીમ આપવામાં આવે છે. તાલીમ પછી તેમને લોન્ચ પેડ પર તૈનાત કરવામાં આવે છે.
સેટેલાઇટ ઇમેજમાં જોઇ શકાય છે કે આ તાલીમ શિબિરની નજીક એક મસ્જિદ છે. આ કેમ્પમાં વિદેશી આતંકવાદીઓ માટે એક તાલીમ શિબિર છે. ત્યાં ગેસ્ટ હૉલ પણ છે. લશ્કર તાલીમ શિબિરની નજીક એક લશ્કરીની ઇમારત આવેલી છે. શસ્ત્રોના અભ્યાસ માટે એક વિશાળ ગ્રાઉન્ડ એરિયા પણ છે.
પીઓકેમાં આવેલા આ જંગલ મંગલ આતંકવાદી તાલીમ શિબિરમાં આતંકવાદીઓ અને ટોચના આઈએસઆઈ કમાન્ડરો વચ્ચે બેઠકો યોજાય છે. આતંકી સંગઠન લશ્કરનો વડા હાફિઝ સઈદ પણ ઘણીવાર આ બેઠકોમાં હાજરી આપે છે. આ તાલીમ શિબિર ઉપગ્રહ કોઓર્ડિનેટ્સ દ્વારા સ્થિત કરવામાં આવી છે. પીઓકેમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદી તાલીમ શિબિરો અને આઈએસઆઈ અને આતંકવાદીઓ વચ્ચેની બેઠકો પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
ઓમાન બંદર પર ઈરાની ડ્રોન દ્વારા તેલ સંગ્રહ ટાંકી પર હુમલો, આગ ભભૂકી | 2026-03-12 09:33:17
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
દેશમાં નહીં સર્જાય ઘરેલું રાંધણ ગેસની અછત, કેન્દ્રની સૂચના બાદ રિફાઇનરીઓએ LPG ઉત્પાદન વધાર્યું | 2026-03-10 18:44:24
અમે હરીફ નહીં પણ ભાગીદાર છીએ: ભારત સાથેના સંબંધો પર ચીનના બદલાયા સૂર, વાંગ યીનું મોટું નિવેદન | 2026-03-08 13:29:27
ઝૂકેગા નહીં ભારત: અમેરિકાની મંજૂરીની જરૂર નથી, અમે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખીશું | 2026-03-07 17:30:31
હોર્મુઝની ખાડીમાં થાઈ કાર્ગો શિપ પર હુમલો: ગુજરાત આવી રહેલા જહાજમાં લાગી આગ | 2026-03-11 19:55:34
સુરત મનપાની સામાન્ય સભામાં ભાજપ-આપના કોર્પોરેટર વચ્ચે હાથાપાઇ થઇ | 2026-03-10 18:59:30
ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ઈરાન પર નવા હુમલાને લઈને આપી મોટી ચેતવણી | 2026-03-10 18:32:53
આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોત પછી પુત્ર મોજતબા ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યાં, ટ્રમ્પે કહ્યું હતું સ્વીકાર્ય નથી | 2026-03-09 08:08:07