Fri,26 April 2024,5:24 am
Print
header

વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી પર રાજનીતિ, કોંગ્રેસે કહ્યું ચૂંટણીઓ આવતા મોદીને ભાગલાની યાદ આવી

નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાનના ભાગલા પર હવે પાછી રાજનીતિ ફરીથી શરૂ થઇ ગઇ છે, પ્રધાનમંત્રી મોદીએ 14 ઓગસ્ટે વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરી છે અને દેશભરમાં આજે ભાજપના કાર્યકર્તાઓએ મશાલ રેલી કરીને ભાગલા વખતે માર્યાં ગયેલા લોકોને યાદ કર્યા છે અને તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.

પીએમ મોદીએ કહ્યું કે 1947 માં વિભાજનની પીડા ભૂલી શકાશે નહી, નફરત-હિંસાને કારણે લાખો ભાઇઓ બહેનોએ વિસ્થાપિત થવું પડ્યું હતુ અને અનેક લોકોના જીવ ગયા હતા, જેથી હવેથી 14 ઓગસ્ટે લોકોના સંઘર્ષ અને બલિદાનને યાદ કરાશે. આ મામલે હવે કોંગ્રેસે મોદી પર પ્રહાર કર્યો છે કહ્યું કે આ લોકોને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે જ કેમ ભારત પાકિસ્તાનના ભાગલા યાદ આવી રહ્યાં છે એક તરફ મોદી પાકિસ્તાનને 14 ઓગસ્ટે સ્વતંત્ર દિવસની શુભકામનાઓ આપે છે અને બીજી તરફ ભાગલા યાદ કરીને ચૂંટણીઓનો લાભ લેવા માગે છે. કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલે પાકિસ્તાનના પીએમ ઇમરાનખાનને મોદીએ લખેલો એક પત્ર પોસ્ટ કરીને મોદી સરકારની ઝાટકણી કાઢી છે. હવે આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજનીતિ તેજ બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch