Tue,17 June 2025,10:25 am
Print
header

પાક. ગોળી છોડશે તો ભારત સામે ગોળો છોડશે: પીએમ મોદીનો કડક સંદેશ, ભારતે પાક.ના 40 સૈનિકોને માર્યા

  • Published By
  • 2025-05-11 18:21:34
  • /

ઓપરેશન સિંદૂર પર સેનાએ કરી પ્રેસ કોન્ફરન્સ, આતંકીઓના 9 ઠેકાણાંઓનો સફાયો કર્યો

અમે 100 આતંકીઓને માર્યાંઃ DGMO

ભારતે પાક.ના 40 સૈનિકોને માર્યાંઃ  DGMO

ભારતે માત્ર આતંકવાદીઓના ઠેકાણાંઓ નષ્ટ કર્યા

નવી દિલ્હીઃ  પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાના ત્રણેય પ્રમુખો, રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, એનએસએ અજીત ડોભાલ, વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે લગભગ બે કલાક સુધી બેઠક કરી હતી. દરમિયાન પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો અને સુરક્ષા દળોને પાકિસ્તાનમાંથી ગોળી છૂટે તો અહીંથી ગોળા છોડવાનો આદેશ આપ્યો છે. ભારત હવે રક્ષણાત્મક નહીં પરંતુ આક્રમક નીતિ અપનાવશે.

ન્યૂયોર્ક ટાઈમ્સનાં અહેવાલ પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેંસને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો પાકિસ્તાન અટકચાળો કરશે તો તેના જવાબમાં વિનાશકારી પગલાં લેવામાં આવશે. ભારતે સ્પષ્ટતા કરી છે કે તેઓ આતંકીઓને સોંપવા ઉપરાંત અન્ય કોઈ મુદ્દા પર વાત નહીં કરે. તેમજ પીઓકે પરત કરવું પડશે. બીજા કોઈ મુદ્દા પર અમારે વાત કરવી નથી. કોઈ મધ્યસ્થતા કરે તેમ અમે નથી ઈચ્છતા. અમારે કોઈની મધ્યસ્થતાની જરૂર નથી.

પાક. સામે યુદ્ધમાં તનાવમાં ભારતીય સેનાના 5 જવાનો શહીદ થયા

પાક.ના DGMO ના ફોન પછી ભારત સિઝ ફાયર પર સહમત થયું

ભારતે પાક.ના અનેક એરબેઝ તબાહ કરી નાખ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેડી વાન્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, ત્યાંથી ગોળી ચાલશે, તો અહીંથી ગોળા નીકળશે. એરપોર્ટ પરના હુમલા નિર્ણાયક વળાંક હતા. દરેક તબક્કામાં પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ અને તેઓ યુદ્ધના દરેક તબક્કામાં ભારત સામે હાર્યા હતા.

આ ઓપરેશન ભારત દ્વારા આતંકવાદ સામે શરૂ કરાયેલ એક મોટું લશ્કરી અભિયાન છે. તેનો હેતુ માત્ર સરહદ પારના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવાનો નથી પરંતુ પાકિસ્તાનને સંદેશ આપવાનો છે કે હવે ભારત દરેક હુમલાનો તાત્કાલિક અને મજબૂત જવાબ આપશે.  ઓપરેશન સિંદૂર હેઠળ, બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના હેડ ક્વાર્ટર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં ભારતે તેના સૌથી આધુનિક અને શક્તિશાળી શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો. ભારત હવે આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓને નિશાન બનાવશે.

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch