Thu,25 April 2024,1:48 pm
Print
header

ભારતની આર્થિક મદદ પર માલદીવે માન્યો આભાર, PM મોદીએ ગણાવ્યો પાડોશી દેશનો મિત્ર ધર્મ

નવી દિલ્હીઃ ભારતે માલદીવને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે 25 કરોડ ડૉલર (1840 કરોડ રૂપિયા)ની આર્થિક મદદ કરી છે. માલદીવની રાજધાની માલે સ્થિત ભારતીય દૂતાવાસે આ સહાયતા રકમ આપી હતી. મુખ્યત્વે પર્યટન પર આશ્રિત આ દેશ કોવિડ 19 સંક્રમણના કારણે બેહાલ છે. ચીને માલદીવને પોતાની લોનના હપ્તા પેટે એક કરોડ ડોલર (74 કરોડ રૂપિયા)ની માંગણી કરી નોટિસ ફટકારી છે. હવે માલદીવ ચીનને હપ્તો ચુકવી શકશે. 

ભારતના આ પગલાને ચીન સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. માલદીવમાં ચીનનું રોકાણ સતત વધી રહ્યું છે અને અહીંના વિદેશી દેવામાં અંદાજે 70 ટકા હિસ્સો ચીનનો છે. માલદીવ હિંદ મહાસાગરમાં રણનીતિક રીતે ઘણું જ મહત્વનું સ્થાન ધરાવે છે. જેથી ભારત માટે માલદીવમાં ચીનના આ પકડને ઢીલી કરવી જરૂરી થઇ ગયું છે. 

ભારતની આર્થિક મદદને લઇને આભાર વ્યક્ત કરતાં માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહે ટ્વિટર પર લખ્યું, "જ્યારે પણ માલદીવને એક દોસ્તની મદદની જરૂર પડે છે, ભારત આવા પ્રસંગે આગળ આવે છે. પીએમ મોદી અને ભારતના લોકોનો હ્રદયપૂર્વક આભાર, તેમણે આજે 25 કરોડ ડોલરની મદદ કરી પાડોશી હોવાની ભાવના અને ઉદારતા બતાવી છે."

મહત્વનું છે કે માલદીવના વિદેશમંત્રી અબ્દુલ્લા શાહિદે પણ આ મદદ માટે ભારતનો આભાર માન્યો છે. માલદીવની અર્થવ્યવસ્થા પર્યટન પર વધુ પડતી નિર્ભર છે એટલા માટે કોરોના વાયરસની તેની ઇકોનોમી પર ઘણી ખરાબ અસર પડી છે. માલદીવ પાસે ભારતની આ લોન ચૂકવવા માટે 10 વર્ષનો સમય છે. વ્યાજનો દર પણ ઘણો જ ઓછો રાખવામાં આવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch