Fri,19 April 2024,5:37 am
Print
header

શું દેશમાં 15 દિવસ વધુ લોકડાઉન વધવાનું નક્કિ છે ? વડાપ્રધાન મોદીએ સંકેત આપ્યાં

પંજાબે 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું

દેશમાં લોકડાઉન વધવાના મોદીનાં સંકેત

નવી દિલ્હીઃ દેશમાં એક જ દિવસમાં કોરોનાથી 32 લોકોનાં મોત થતા મોતનો આંકડો 149 થઇ ગયો છે, 5274 જેટલા લોકો કોરોનાગ્રસ્ત થયા છે, જેને જોતા દરેક રાજ્યોએ સતર્કતા વધારી દીધી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કોંગ્રેસ સહિતના વિપક્ષો સાથે વાત કરી હતી અને લોકડાઉનની અવધી વધારવાના સંકેત આપ્યાં છે, મોદીએ કહ્યું કે આજના સંજોગોમાં લોકડાઉન પુરૂ કરવું મુશ્કેલ છે, જેથી 14 એપ્રિલે 21 દિવસનું લોકડાઉન પુરૂ થયા પછી 15 દિવસ વધુ લોકડાઉન વધશે તેવું લાગી રહ્યું છે. મોદી 11 એપ્રિલે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરીને નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે 30 એપ્રિલ સુધી પંજાબમાં લોકડાઉન વધારી દીધું છે. ઉત્તર પ્રદેશમાં 15 જિલ્લામાં સંપૂર્ણ લોકડાઉન કરી દેવાયું છે, કેટલાક હોટસ્પોટ જાહેર કરીને લોકોને એલર્ટ કરાયું છે, આ વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યાંં છે. કોરોનાથી લડવા રાજ્યો પોતાની રીતે નિર્ણય કરી શકે છે.  

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch