Sat,20 April 2024,6:19 pm
Print
header

Big news- દેશમાં કોરોનાથી 9 મું મોત પશ્વિમ બંગાળમાં થયું, પંજાબ કર્ફ્યુ લગાડનાર પ્રથમ રાજ્ય

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કારણે 9 મું મોત થઇ ગયું છે, પશ્વિમ બંગાળમાં 55 વર્ષના વ્યક્તિએ દમ તોડી દીધો છે, જેઓ છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા, સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 440ની આસપાસ પહોંચી ગઇ છે, છેલ્લા 24 કલાકમાં 60 નવા કોરોનાના કેસ ઉમેરાયા છે, કોરોના વાઇરસ સામે લડવા પંજાબ સરકારે મહત્વની કામગીરી કરી છે, રાજ્યની કોંગ્રેસની અમરિંદરસિંહ સરકારે રાજ્યમાં કર્ફ્યુ લાગુ કરી દીધો છે. માત્ર મેડિકલ સારવાર સહિતની ઇમરજન્સી સ્થિતીમાં જ લોકો ઘરની બહાર જઇ શકશે, બાકી બધાને ઘરોમાં જ રહેવા જણાવી દેવાયું છે.

જનતાને અપીલ કરાઇ રહી છે કે તેઓ કોરોનાથી બચવા ઘરોમાં જ રહે, તેમ છંતા લોકો બહાર રસ્તાઓ પર જોવા મળી રહ્યાં છે, લોકોની આવી બેદરકારી ખતરનાક સાબિત થઇ શકે છે, દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 100 જેટલા થઇ ગયા છે, દિલ્હી, ગુજરાત, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ સહિત દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, જેને લઇને મોટાભાગના શહેરો 31 માર્ચ સુધી લોકડાઉન છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch