Tue,17 June 2025,10:08 am
Print
header

વધી રહી છે ચિંતા..દેશમાં કોરોનાના કેસ 6800 ને પાર, કેરળ-ગુજરાતમાં સૌથી વધુ કેસ- Gujarat Post

  • Published By panna patel
  • 2025-06-10 11:27:38
  • /

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યાં છે. કોવિડ-19 ડેશ બોર્ડ પ્રમાણે દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 6815 પર પહોંચ્યાં છે. કેરળ અને ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં એક્ટિવ કેસનો આંકડો 2053 અને ગુજરાતમાં 1109 છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 324 એક્ટિવ કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને હરિયાણામાં સક્રિય કેસની સંખ્યા ચિંતાજનક સ્તરે પહોચી છે.  રિપોર્ટ અનુસાર, દેશભરમાંથી નવા એક્સએફજી વેરિયન્ટના 163 કેસ મળી આવ્યાં છે. જેમાંથી, મહારાષ્ટ્રમાં 89, તમિલનાડુમાં 16, કેરાળમાં 15, ગુજરાતમાં 11, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 6-6 કેસ નોંધાયા છે. એક્સએફજી વેરિયન્ટ કોરોના વાયરસના ઓમિક્રોન ઉપ-વેરિયન્ટમાંથી ઉદભવેલો છે.

આ વેરિયન્ટ પહેલા કેનેડામાં મળી આવ્યો હતો. એક્સએફજીના કુલ ચાર પ્રમુખ મ્યૂટેશન મળી આવ્યાં છે. જે તેને વધુ સંક્રામક અને રોગ પ્રતિકારક શક્તિની સિસ્ટમથી બચવામાં સક્ષમ બનાવે છે. આ સાથે જ તે વેક્સિન બાદ મળેલી ઈમ્યુનિટીને પણ થાપ આપી શકે છે. કોરોનાના આ વેરિયન્ટથી 1 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં 65 દર્દીઓના મોત થયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch