Sat,20 April 2024,6:13 pm
Print
header

અમેરિકામાં ક્રેડિટ કાર્ડ, લોન અને સોશિયલ સિક્યોરિટી સ્કીમના નામે છેતરપિંડી, ભારતીયોની ધરપકડ- Gujarat Post

(ફાઈલ તસવીર)

અનિરુદ્ધ કાલકોટ સામે કાવતરું અને છેતરપિંડી સહિત કુલ 12 આરોપો મૂકવામાં આવ્યાં

આરોપીને 20 વર્ષ સુધીની જેલ અને $250,000 દંડ થઈ શકે છે

વૃદ્ધોને છેતરપિંડીનો શિકાર બનાવ્યાં

હ્યુસ્ટનઃ યુએસ ફેડરલ કાયદા અમલીકરણ અધિકારીઓએ વર્જિનિયામાં 24 વર્ષીય અનિરુદ્ધ કાલકોટે નામના ભારતીય યુવકની ધરપકડ કરી છે. તેને હ્યુસ્ટન જિલ્લા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કાલકોટ સામે ષડયંત્ર અને છેતરપિંડી સહિત કુલ 12 આરોપો મૂકવામાં આવ્યાં છે. આ કેસમાં સુમિતકુમાર સિંહ, હિમાંશુ કુમાર અને એમડી હસીબને પહેલા જ દોષિત ઠેરવવામાં આવ્યાં હતા.

2020માં ધરપકડ કરાયેલા એમડી આઝાદ સામે ટ્રાયલ ચાલી રહી છે. તમામ આરોપીઓ ભારતીય નાગરિકો છે,  અને હ્યુસ્ટનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક જ વ્યક્તિને અનેક વખત છેતરવાના કિસ્સા પણ છે. જો દોષિત ઠેરવવામાં આવશે તો આરોપીને 20 વર્ષ સુધીની જેલ અને $250,000 દંડ થઈ શકે છે.

આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તેઓએ પીડિતોને વિવિધ રીતે છેતર્યા હતા, વેસ્ટર્ન યુનિયન અને મનીગ્રામ અથવા ગિફ્ટ કાર્ડ્સ, ફેડએક્સ પાસેથી રોકડની માંગણી કરી હતી. ક્રેડિટ કાર્ડ, લોન કે સામાજિક સુરક્ષા યોજનાના નામે વૃદ્ધોને છેતરવામાં આવ્યાં છે.આરોપીઓ વૃદ્ધોને મોબાઇલ કરતા કે કોઈએ તેમના ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધા છે.જેનાથી વૃદ્ધો તેમની ડિટેલ્સ આપી દેતા હતા અને છેતરપિંડીનો શિકાર બનતા હતા.

ફેડરલ પ્રોસિક્યુટરે નાણાંકીય ડેટાની સુરક્ષા પર સવાલ ઉઠાવતા કહ્યું આશ્ચર્યજનક રીતે, છેતરપિંડી કરનારાઓ પાસે મોબાઇલ નંબર, ક્રેડિટ કાર્ડ અને વૃદ્ધોની લોન હિસ્ટ્રી સાથે સંબંધિત માહિતી હતી, તેમને આ માહિતી ક્યાંથી મળી તે મોટો પ્રશ્ન છે, તેની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ બેંકિગની માહિતી મેળવીને કોઇને કોઇ રીતે વૃદ્ધોના બેંક એકાઉન્ટમાંથી ડોલર ઉપાડી લેતા હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch