Wed,29 November 2023,1:01 am
Print
header

ભારતમાં બની શકે છે અમેરિકન હથિયારો, પેન્ટાગોનના એક અધિકારીનું આ છે મોટું નિવેદન- Gujarat Post

(file photo)

મહાસત્તા અમેરિકા પાસે છે વિશ્વના બેસ્ટ હથિયારો

ભારત પણ બનશે વધારે શક્તિશાળી

વોશિંગ્ટનઃ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને ભારત વચ્ચે વેપાર અને સૈન્ય સંબંધો વધુને વધુ મજબૂત બની રહ્યાં છે. સ્વતંત્ર ઈન્ડો-પેસિફિક અને ચીનના ખતરાને જોતા બંને દેશોએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાનું ચાલુ રાખ્યું છે. હવે જો બધુ બરાબર રહ્યું તો ભારત અને અમેરિકા ટૂંક સમયમાં જ સૈન્ય પ્રણાલીના નિર્માણમાં મોટો સહયોગ કરી શકે છે. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનના એક વરિષ્ઠ અધિકારીએ આ દાવો કર્યો છે.

પેન્ટાગોનમાં સંરક્ષણ સચિવની ઓફિસમાં દક્ષિણ એશિયા નીતિના નિર્દેશક સિદ્ધાર્થ અય્યરે હડસન સંસ્થામાં એક કાર્યક્રમ દરમિયાન આવો દાવો કર્યો હતો. જો ભારત અને અમેરિકા સૈન્ય પ્રણાલીના ઉત્પાદનમાં સાથે આવે તો ભારતના સંરક્ષણ ઉદ્યોગને ઉચ્ચ તકનીકી શસ્ત્રો બનાવવાની તક મળી શકે છે. એટલું જ નહીં બંને દેશો વચ્ચેના સહયોગ બાદ ભારતમાં અમેરિકન હથિયારોના ઉત્પાદનનો રસ્તો પણ સાફ થઈ શકે છે.

અય્યરે કહ્યું કે અમેરિકા હવે ભારત સરકાર સાથે યુદ્ધમાં ઉપયોગમાં લેવા માટે જમીન આધારિત પરંપરાગત શસ્ત્રો બનાવવા માટે વાતચીત કરી રહ્યું છે. આ સિવાય બંને દેશોમાં ગુપ્તચર અને દેખરેખમાં ઉપયોગમાં લેવાતી સૈન્ય પ્રણાલીના ઉપયોગને લઈને પણ વાતચીત ચાલી રહી છે. અય્યરે કહ્યું કે પરસ્પર સંરક્ષણ ખરીદી કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે યુએસ તરફથી પણ ચર્ચા ચાલી રહી છે.તેમણે કહ્યું કે આ અંગે વધુ માહિતી પ્રક્રિયા આગળ વધ્યા બાદ જ આપી શકાશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch