Fri,19 April 2024,5:21 pm
Print
header

ચીન- તાઈવાન તણાવ વચ્ચે અમેરિકા- ભારત LAC પાસે કરશે સૈન્ય અભ્યાસ– Gujarat Post

2016માં અમેરિકાએ ભારતને મુખ્ય રક્ષા ભાગીદાર ગણાવ્યું હતુ

ગત વર્ષે અમેરિકાના અલાસ્કામાં કરાયો હતો યુદ્ધાભ્યાસ

બંને દેશોની સેનાએ 2018માં COMCASA પર હસ્તાક્ષર કર્યાં હતા

નવી દિલ્હીઃ ચીન સરહદ પર તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેનાએ મોટો નિર્ણય લીધો છે  ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં બંંને સેનાઓ સાથે યુદ્ધાભ્યાસ કરશે. ભારત અને અમેરિકાની સેના વચ્ચે મિલિટ્રી એક્સરસાઇઝની આ 18મી એડિશન છે. આ યુદ્ધાભ્યાસ એક વર્ષ અમેરિકા અને એક વર્ષ ભારતમાં થશે. ગત વર્ષે અમેરિકાના અલાસ્કામાં  યુદ્ધાભ્યાસ કરાયો હતો, આ વર્ષે ભારતમાં થશે. જેમાં બંને સેનાઓ પોતાની તાકાત બતાવશે.

ન્યૂઝ એજન્સી મુજબ, રક્ષા વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે બંને સેનાઓ વચ્ચે પ્રથમ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી યોજાશે.યુદ્ધાભ્યાસનો ઉદ્દેશ ભારત અને અમેરિકન સેનાઓ વચ્ચે સમજ, સહયોગ વધારશે.ભારત-અમેરિકા રક્ષા સંબંધ છેલ્લા થોડા વર્ષોથી મજબૂત બની રહ્યો છે. જૂન 2016માં અમેરિકાએ ભારતને મુખ્ય રક્ષા ભાગીદાર ગણાવ્યું હતુ.

બંને દેશોએ છેલ્લા થોડા વર્ષોમાં મહત્વપૂર્ણ રક્ષા અને સુરક્ષા સમજૂતિ કરી છે. 2016માં લોજિસ્ટિક્સ એક્સચેંડ મેમોરેંડમ ઓફ એગ્રીમેંટ પણ સામેલ છે, જે તેની સેનાઓની આપૂર્તિના હથિયારની મરામત તથા એકબીજાને ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. બંને સેનાએ 2018માં કમ્યુનિકેશનંસ કંપેટિબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેંટ પર હસ્તાક્ષર કર્યાં છે. હવે આ એક્સસાઇઝથી ચીન લાલઘૂમ થશે તે નક્કિ છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch