Fri,19 April 2024,7:37 am
Print
header

લદ્દાખઃ બેઠકમાં ભારતે રોકડું પરખાવ્યું, પહેલા ચીન પાછળ હટાવે સેના, પછી જ થશે આગળની વાત

નવી દિલ્હીઃ લદ્દાખમાં તણાવ વચ્ચે ભારત-ચીન સૈન્યના અધિકારીઓ વચ્ચેની બેઠક લગભગ 13 કલાક જેટલી લાંબી ચાલી હતી. આ દરમ્યાન મીટિંગમાં ભારત દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો હતો અને રોકડું જ પરખાવી દેવામાં આવ્યું હતું. બેઠકમાં ભારત તરફથી એવી માંગણી કરવામાં આવી છે કે ચીને તાત્કાલિક તમામ વિવાદાસ્પદ પોઇન્ટ પરથી સેનાને પાછળ હટાવવી જોઈએ. સાથો સાથ સેનાને પાછળ હટાવવાની શરૂઆત ચીન જ કરે કારણ કે વિવાદને તેમણે જ વધાર્યો છે.

13 કલાકથી વધુ ચાલી બેઠક, આ ચર્ચા થઇ

– ચીન લદ્દાખ સરહદ પરના તમામ વિવાદાસ્પદ પોઇન્ટર પરથી પાછળ હટે
– LACથી બંને બાજુથી સૈન્યને પાછળ હટાવાનો રોડમેપ તૈયાર કરવામાં આવે, તેના પર આગળ વધવામાં આવે
– ચીને પહેલા નિયમો તોડ્યા હતા, આવી સ્થિતિમાં ચીને સૈનિકો પાછા ખેંચવાની શરૂઆત કરવી જોઈએ અને ત્યાર બાદ ભારત તેને ફોલો કરશે
– ચીની સેના તાબડતોબ પેંગોંગ ત્સો વિસ્તારોમાંથી પાછળ હટે. ભારતે હોટસ્પ્રિંગ, દેપ્સાંગનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવ્યો

આ બેઠક સોમવારે સવારે 9 વાગ્યે શરૂ થઈ હતી જે મોડી રાત સુધી ચાલુ હતી. હવે મંગળવારે ફરી એકવાર બંને દેશોની સેનાના કોર્પ્સ કમાન્ડર સામ-સામે આવી શકે છે. આવી સ્થિતિમાં આ વિવાદના સમાધાન માટે વાતચીત કરવાના તમામ પ્રયત્નો ચાલુ રહેશે.

ભારતની તરફથી કહેવામાં આવ્યું છે કે જો ચીન સંપૂર્ણ રીતે પાછું નહીં જાય અને પરિસ્થિતિને પુન:સ્થાપિત નહીં કરે તો ભારતીય સેના લૉન્ગ હૉલ માટે તૈયાર છે. એટલે કે શિયાળમાં પણ ભારતીય સેના સરહદ પર તૈનાત રહેશે.

આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતે કેટલાંક પહાડો પર કબજો જમાવી લીધો છે, જે વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ જ કારણ છે કે વાતચીતનું ટેબલ હવે ફરી ગયું છે અને ભારત પોતાની શરતો પર મુદ્દો આગળ ધપાવી રહ્યું છે. આ તનાવ મે મહિનાથી ચાલી રહ્યો છે અને ઓગસ્ટ બાદ એકવખત ફરી ચરમ પર પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch