નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સોમવારે થયેલી કોર્પ્સ લેવલની છઠ્ઠા રાઉન્ડની વાતચીત પછી આજે મંગળવારે બન્ને તરફથી જાહેર નિવેદનમાં એકતરફી કાર્યવાહી ન કરવા અને બન્ને દેશોના નેતાઓ દ્ધારા મહત્વપૂર્ણ સહમતિ લાગુ કરવા ઉપરાંત બન્ને દેશો સાતમા તબક્કાની વાતચીત કરવા માટે રાજી થઇ ગયા છે.
બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી બનેલા તણાવપૂર્ણ માહોલને સામાન્ય બનાવવાથી લઇને બેઠકોના તબક્કાઓ ચાલુ છે અને સોમવારે સૈન્ય કમાન્ડર્સ વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત 13 કલાક ચાલી હતી. બેઠક બાદ બન્ને દેશોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ભારત અને ચીનના વરિષ્ઠ કમાન્ડર્સ વચ્ચે છઠ્ઠા તબક્કાની સૈન્ય કમાન્ડર સ્તરીય બેઠક થઇ. બન્ને પક્ષોએ ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં એલએસીની સાથે સ્થિતિને સ્થિર કરવા પર સ્પષ્ટ અને વિચારોનું ગાઢ આદાન-પ્રદાન કર્યું.
બન્ને દેશોના નેતાઓ દ્ધારા મહત્વપૂર્ણ સહમતિને લાગુ કરવા, જમીની સ્તરે કોમ્યુનિકેશન મજબૂત કરવા, ગેરસમજથી બચવા ઉપરાંત સરહદે વધુ સૈનિક મોકલવાથી રોકવા પર સહમતિ બની છે. સાથે જ બન્ને દેશ એકતરફી રીતે જમીન પર સ્થિતિને બદલવાથી દૂર રહેવા અને સ્થિતિને તણાવપૂર્ણ બનાવવાથી લઇને કોઇપણ પગલું ભરવાથી બચવા પર સહમતિ વ્યક્ત કરી છે. ઉપરાંત બન્ને દેશો સાતમાં તબક્કાની સૈન્ય કમાન્ડર-સ્તરીય બેઠકને લઇને રાજી થઇ ગયા છે. જમીની સ્તરે સમસ્યાઓના યોગ્ય નિવારણ માટે વ્યવહારીક ઉપાય કરવા અને સંયુક્ત રીતે સીમા ક્ષેત્રમાં શાંતિ અને અમન જાળવી રાખવા પર સહમતિ બની.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44