Thu,18 April 2024,12:14 pm
Print
header

ભારતના કડક વલણ પછી LAC પર બેકફૂટ પર આવી ગયું ચીન, હટાવી 62 નવી પોસ્ટ

ગલવાન ખીણની સાંકેતિક તસવીર

લદ્દાખઃ ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર છેલ્લા બે મહિનાથી ચાલી રહેલો તણાવ ઓછો થતો દેખાઇ રહ્યો છે, સોમવારે સમાચાર આવ્યાં છે કે લાઇન ઓફ એક્ચુઅલ કન્ટ્રોલ પર ચીની સેનાએ ગલવાન ખીણથી પોતાના ટેન્ટ ખસેડી લીધા છે. ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલ પર થયેલી વાતચીત પછી આ મામલે સહમતી બની છે. મે મહિના પછી ફિંગર-4 ની પાસે ચીની સેનાએ મોટી સંખ્યામાં ટેન્ટ લગાવ્યાં હતા. 

ગલવાન ઝપાઝપીના 21 દિવસ પછી ચીનની સેના LAC પર 2 કિમી પાછળ ખસી ગઈ છે. 15 જૂનની ઝપાઝપી પછી બંને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની બેઠકની સાથે છેલ્લા 48 કલાકોથી ચાલતા સતત પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની અચાનક લદ્દાખ મુલાકાત પછી બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવાનો પ્રયત્ન વધી ગયો હતો. મોદીએ લદ્દાખ સીમાથી નામ લીધા વગર ચીનને પડકાર આપ્યો હતો કે ચીને વિસ્તારવાદી નીતિ છોડી દેવી જોઈએ.

30 જૂને બંને દેશોના આર્મી ઓફિસર્સ વચ્ચેની મીટિંગમાં વિવાદવાળા વિસ્તારોમાંથી સૈનિકોએ પીછેહટ કરવા માટે સહમતી દર્શાવી હતી. જો કે ગલવાનના ઉંડાઈવાળા વિસ્તારમાં ચીનની બખ્તરબંધ ગાડીઓ ત્યાં જ હાજર છે. ભારતીય સેનાની સ્થિતિ ઉપર સતત નજર છે. ભારત-ચીન વચ્ચે 15 જૂને ગલવાનમાં થયેલી ઝપાઝપીમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ચીનના 43 સૈનિકો ઠાર કરવામાં આવ્યાં હતા. જો કે ચીને આ વાત સ્વીકારી નથી.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch