બેજિંગઃ ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ છે ત્યારે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ લદ્દાખની પાસે પોતાના વિસ્તારમાં રાતમાં હુમલાનો વ્યાપક યુદ્ધાભ્યાસ કર્યો છે. આ અભ્યાસ દરમિયાન ચાઇનીઝ તોપોએ ગોળા વરસાવ્યા હતા અને જમીનથી હવામાં માર કરનારી મિસાઇલોનું પરિક્ષણ પણ કર્યું હતું. ચીની સેનાના એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મન દેશના વિમાનોને પણ તોડી પાડવાનો અભ્યાસ કર્યો હતો.
ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તિબેટ સૈન્ય કમાન્ડના ચીની સૈનિકોએ રાતમાં હુમલાનો વ્યાપક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ સમુદ્રની સપાટીએથી 4500 મીટરની ઉંચાઇએ કરવામાં આવ્યો હતો. અભ્યાસ દરમિયાન ચીની સેનાએ જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલો, રૉકેટ અને હોવિત્ઝર તોપોનો ઉપયોગ કર્યો. ચીની એર ડિફેન્સ સિસ્ટમે ફાઇટર જેટને તોડી પાડવાનો અભ્યાસ પણ કર્યો.
રાફેલ લદ્દાખના આકાશમાં ઉડી રહ્યું છે
ચીને આ યુદ્ધાભ્યાસ એવા સમયે કર્યો છે જ્યારે ભારતનું સૌથી આધુનિક ફાઇટર જેટ રાફેલ લદ્દાખના આકાશમાં ઉડી રહ્યું છે. રાફેલ પાયલોટોએ અંબાલાથી લદ્દાખ સુધી વિમાનોને ઉડાવ્યા હતા. હકીકતમાં, આ એક પ્રેક્ટિસ તરીકે કરવામાં આવ્યું. આવુ એટલા માટે છે કારણ કે રાફેલ પાયલોટ ત્યાંના વાતાવરણથી પરિચિત થઇ જાય. જો ચીની કોઇ પણ પ્રકારની હરકત કરે અને રાફેલની જરૂર પડે તો તેના પાયલોટ આ વાતાવરણથી પહેલેથી જ પરિચિત થઇ જાય.
મહત્વનું છે કે જુલાઇમાં પાંચ રાફેલ વિમાનોને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. મિડએર રીફ્યૂલિંગ વગર 4.5 જનરેશનના રાફેલની મર્યાદા 780થી 1650 કિમી સુધી હોય છે. તે અલગ અલગ ઓપરેશન પર આધારિત હોય છે. ઉપરાંત, ફાઇટર જેટને 300 કિલોમીટરથી વધુ લંબાઇના સ્કેલ્પ એર ટુ ગ્રાઉન્ડ ક્રૂઝ મિસાઇલો જેવા લાંબા સ્ટેન્ડ ઑફ હથિયારોથી સજજ કરવામાં આવ્યા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44