Sat,20 April 2024,6:27 am
Print
header

અનુરાગ કશ્યપ અને એક્ટ્રેસ તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર ઇન્કમટેક્સના દરોડા

મુંબઈઃ ઇન્કમટેક્સ વિભાગે ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ (Anurag Kashyap) અને અભિનેત્રી તાપસી પન્નૂના ઘર પર દરોડા પાડ્યા છે. મળતી જાણકારી મુજબ આ દરોડા ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંબંધિત છે. ઇન્કમટેક્સ વિભાગ તરફથી મુંબઈના અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રોની જાણકારી અનુસાર આ સેલેબ્સ સામે કથિત રીતે મોટાપાયે ઇન્કમટેક્સની ચોરીનો મામલો છે. આ લોકોના મુંબઈ અને બહારના વિસ્તારના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ આ દરોડાના ક્રમમાં બીજા પણ મોટા નામ સામે આવી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)ના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ફેન્ટમ ફિલ્મ્સના ઠેકાણાઓ ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેની સાથે જ ઇન્કમટેક્સ વિભાગે એક નિવેદનમાં કહ્યું છે કે મુંબઈમાં ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂની સંપત્તિઓ પર ઇન્કમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી સામે આવી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch