(પ્રતીકાત્મક તસવીર)
પતિ કહેતો તું ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે કહી છૂટાછેડાની માંગ કરતો
પત્નિએ છૂટાછેડા આપવાની ના પાડતાં પતિ ફટકારતો હતો
પાંચ વર્ષના પુત્રએ પોલીસ સામે પોલ ખોલી નાંખી
7 વર્ષે પહેલા થયા હતા લગ્ન
સુરતઃ તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવા છે તેમ કહીને છુટાછેડાની માંગણી કરીને મારઝુડ કરતાં પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ જ સાડીથી ટુંપો આપી હત્યા કરી હતી. જે બાદ બુમાબુમ કરીને આજુબાજુના લોકોને ભેગા કરી મારા પતિ બેભાન થઈ ગયા હોવાનું કહીને બધાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો.જો કે પાંચ વર્ષના બાળકે હત્યાની પોલ ખોલી નાંખી હતી. પત્ની જ્યારે પતિને ગળે ટુંપો આપી રહી હતી ત્યારે બાળકે આખી ઘટના જોઈ હતી, પોલીસ સમક્ષ વર્ણન કરતાં હત્યારી પત્નીની પોલીસે ધરપકડ કરી હતી.
સચિન જીઆઈડીસી પાલીગામ ડી.એમ નગરની સામે સાંઇકૃપા સોસાયટી સામે કરમસિંહની ચાલના પ્રથમ માળે રહેતા અને હમાલીનું કામ કરતાં રાકેશ મહંતોના લગ્ન 7 વર્ષ પહેલા નીતુદેવી સાથે થયા હતા.લગ્ન જીવન દરમિયાન તેમને પાંચ વર્ષનો પુત્ર છે. છેલ્લા ઘણા સમયથી રાકેશ અને નીતુદેવી વચ્ચે નાની બાબતોમાં ઝઘડાઓ થતા હતા. રાકેશ નીતુદેવીને તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવાના છે, તું મને છૂટાછેડા આપી દે તેવી ધમકી આપતો હતો.
નીતુદેવી છૂટાછેડા નહીં આપીશ તેમ કહેતા મારઝુડ કરતો હતો. રોજના ઝઘડાથી નીતુદેવી કંટાળી ગઈ હતી. દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં નીતુદેવીએ પાંચ વર્ષના પુત્રને ઘરની બહાર કાઢી મુક્યો હતો. જે બાદ રાકેશને મોઢાના ભાગે મુક્કા મારી સાડી વડે ફાંસો આપી હત્યા કરી હતી. રાકેશની હત્યા કરતા નીતુદેવીના પુત્રએ બારીમાંથી લટકીને આ ઘટના જોઈ લીધી હતી. જે બાદ તેણે બુમાબમ કરી પડોશીને બોલાવી મારો પતિ બેભાન થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. પડોશીએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં મૃત જાહેર કરાયો હતો. ઘટનાની હકીકત જાણવા પોલીસે નીતુદેવીની પૂછપરછ કરી હતી.તે સમયે માસુમ પુત્રએ નીતુદેવીની પોલ ખોલી નાંખી હતી. પાંચ વર્ષના બાળકની વાત સાંભળીને પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી, નીતુદેવીએ પણ હત્યાની કબૂલાત કરી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41