ઝાલોદઃ અનવરપુરા ગામે બે માસૂમ બાળકીઓને ખોળામાં લઈને એક માતાએ કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે- ટોળા ભેગા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથધરી હતી.
અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે ગામમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી હતી. માહિતી મળતા જ ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને શોધખોળ હાથધરી હતી.
કલાકોની જહેમત બાદ માતા સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક બાળકી હજુ સુધી મળી ન હોવાથી ફાયર બ્રિગેડની ટીમ કૂવાના ઊંડા પાણીમાં સતત સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સુનીતાબેને આટલું મોટું પગલું કેમ ભર્યું તે અંગે ઝાલોદ પોલીસના પરિવારના સભ્યોની પૂછપરછ કરી રહી છે. એક સાથે ત્રણ લોકોના મોતથી અનવરપુરા સહિત સમગ્ર ઝાલોદ પંથકમાં માતમ છવાઈ ગયો છે.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
કેનેડા જવાનું સપનું બતાવીને રૂ. 2.5 કરોડની છેતરપિંડી, નકલી વિઝા લેટર કૌભાંડનો પર્દાફાશ | 2026-08-05 09:17:47
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, સતિષ પટેલની જીત | 2026-08-03 16:26:46
માંજલપુર પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ, ભાજપ- કોગ્રેસ વચ્ચેે છે મુકાબલો | 2026-08-03 08:57:16
વડોદરાના માંજલપુર સાથે બાંકીપુર અને દતિયામાં મતદાન, પરિણામ 3 ઓગસ્ટે આવશે | 2026-07-30 08:40:08
વડોદરામાં જૈશ- એ- મોહમ્મદના સ્લીપર સેલ નેટવર્કનો પર્દાફાશ, હોટલમાં કાશ્મીરી આતંકી સાથે યોજાઈ હતી સીક્રેટ મીટિંગ | 2026-07-22 16:43:01