લંડનઃ ભારતીય મૂળની 24 વર્ષીય મહિલા કિરણદીપ કૌરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે, હત્યારો બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને તેણે આ હત્યાને અંજામ આપ્યો હતો. હુમલા દરમિયાન હત્યારાએ મહિલાની બાજુમાં સૂતેલા તેના પતિ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા. મૂળ પંજાબની વતની એવી કિરણદીપ મોટાં સપનાઓ સાથે બે વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર યુકે ગઈ હતી. તેના સમગ્ર પરિવારને આશા હતી કે તે ત્યાં અભ્યાસ કરશે, સ્થાયી થશે અને પરિવારને ગરીબીમાંથી બહાર લાવશે.
સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે કિરણદીપ થોડા જ અઠવાડિયા પહેલાં માતા બની હતી.ત્યાં પોલીસ આ કેસ ઉકેલવા માટે અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.
આ ઘટના રવિવારે રાત્રે બની હતી જ્યારે આખો પરિવાર ઘરમાં સૂતો હતો. 44 વર્ષીય આરોપી ડેનિયલ સીન જેમ્સ દીવાલથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તે સીધો કિરણદીપના બેડરૂમમાં ગયો હતો અને મહિલાને વારંવાર છરીના ઘા માર્યા હતા.
જ્યારે કિરણદીપના પતિએ હુમલાખોરને રોકવાનો અને પોતાની પત્નીને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીએ તેમને પણ અનેક વાર છરીના ઘા માર્યા હતા. તેઓ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાં હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. પોલીસે બાળકની સ્થિતિ કે સુરક્ષા અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરી નથી.
આરોપી બારીમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ પોલીસે તેને પકડી લીધો હતો. તેની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. કૂદકો મારવાને કારણે તેને ગંભીર ઈજાઓ થઈ છે.
પંજાબના તરનતારન જિલ્લામાં આવેલા કિરણદીપના પૈતૃક ગામમાં તેના મોતના સમાચાર પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. કિરણદીપ લગભગ બે વર્ષ પહેલાં અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગઈ હતી. સખત મહેનત બાદ તેણે વર્ક પરમિટ મેળવી હતી અને ત્યાં જ રહીને કામ કરી રહી હતી.
તેમના માતા-પિતા, સુખદેવ સિંહ અને બલજીત કૌરે જણાવ્યું કે તેમણે દીકરીના શિક્ષણનો ખર્ચ ઉઠાવવા માટે પોતાની તમામ ખેતીલાયક જમીન વેચી દીધી હતી. તેમને આશા હતી કે દીકરી ત્યાં સ્થાયી થયા પછી તેના ભાઈ- બહેનોને પણ વિદેશ બોલાવી લેશે અને સમગ્ર પરિવારને ગરીબીમાંથી બહાર લાવશે. પરંતુ તેના બદલે, એક જ ક્ષણમાં તેમના ઘડપણનો આધારને છીનવાઇ ગયો.
કિરણદીપના પરિવારનું માનવું છે કે આ એક જાતિવાદી હુમલો હતો. તેમનો આરોપ છે કે તેમની પુત્રીને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવી હતી કારણ કે તે એશિયન હતી અને હુમલાખોર તેના બેડરૂમમાં ઘૂસી ગયા પછી તેની હત્યા કરવામાં આવી હતી.
કિરણદીપ કૌરનો હત્યારો
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
મેટાના CEO માર્ક ઝુકરબર્ગે માફી માંગી, PM મોદીનો વીડિયો હટાવી દેવાતાં થઈ હતી બબાલ | 2026-08-05 17:02:49
પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ | 2026-08-03 09:58:31
અમેરિકાના એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર, 3 લોકોના મોત, બે ઘાયલ | 2026-08-02 08:56:50
પેરુમાં પ્રવાસી પ્લેન ક્રેશ, પાયલટ સહિત 13 લોકોનાં મોત, જમીન સાથે અથડાતાં જ વિમાન આગના ગોળામાં ફેરવાયું | 2026-08-02 08:44:56
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24