છેલ્લા થોડા જ દિવસોમાં સિંહોના અનેક હુમલા થયા છે જે ચિંતાજનક છે
મેટિંગમાં ખલેલ પહોંચતા સિંહે યુવક પર કર્યો હુમલો
અમરેલીઃ લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યું અને રિઝર્વ ફોરેસ્ટની સીમા વિસ્તારમાં એક સિંહે એક યુવક પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મોત થયું હતું. સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન સિંહ દર્શન કરવાની ઘેલછામાં જંગલ નજીક પહોંચેલા કેટલાક યુવકો પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં 21 વર્ષીય સોહીલ મેમણ નામના યુવકને સિંહ ઢસડીને દૂર ઝાડીઓમાં લઇ ગયો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ લીલીયા વનવિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સિંહ અત્યંત ગુસ્સામાં અને આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ મૃતક સોહીલનો મૃતદેહ છોડવા તૈયાર ન હતો. વન વિભાગે ભારે જહેમતે યુવકના મૃતદેહને પોતાના કબ્જામાં લીધો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ વનવિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. પ્રતિબંધિત વિસ્તારમાં આ યુવકો કેવી રીતે પહોંચ્યા તેની તપાસ હાથ ધરી છે. વનવિભાગે સિંહ દર્શન કરવા આવેલા અન્ય કેટલાક યુવકોની અટકાયત કરીને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રતિબંધ હોવા છતા લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને સિંહ દર્શન કરવા પહોંચે છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15