Fri,19 April 2024,7:34 am
Print
header

અમદાવાદમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, 2020ની સરખામણીએ ચાલુ વર્ષે આત્મહત્યાના કેસમાં 20 ટકાનો વધારો

(પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદઃ આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઈ રહી છે. આ બધાની વચ્ચે મંગળવાર અને બુધવારે શહેરમાં 10 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. કોરોનાને કારણે નોકરી ગુમાવવાથી, વેપાર ધંધા બંધ થવાથી, સામાજિક રીતે અલગ પડવાથી તેમજ ઘરેથી કામ કરતા સમયે પતિ પત્ની કે પરિવારજનો સાથે અણબનાવના કિસ્સામાં મોટો વધારો થયો છે. જેવા અનેક કારણોથી લોકો આત્મહત્યા કરી રહ્યાં છે.

આંકડા મુજબ 2020માં જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન શહેરમાં 542 લોકોએ આત્મહત્યા કરી હતી, ચાલુ વર્ષે આ સમયગાળા દરમિયાન 687 લોકોએ જીવન ટૂંકાવ્યું છે. 2019ના સમગ્ર વર્ષ  દરમિયાન 763 અને 2020ના વર્ષમાં 808 લોકોએ આપઘાત કર્યો હતો.એટલે કે શહેરમાં દરરોજ સરેરાશ 3 લોકો આપઘાત કરી રહ્યાં છે.

કોરોના વર્ષ દરમિયાન આપઘાતના બનાવમાં 20 ટકા વધારો થયો છે. શહેર પોલીસના ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, વર્ષ 2020માં કુલ 808 વ્યક્તિઓએ જિંદગી ટૂંકાવી હતી, તેમાં 556 પુરૂષો અને 252 મહિલાઓ હતી. વર્ષ 2021ના ઓગષ્ટ મહિના સુધીમાં 687 વ્યક્તિઓએ જીવન ટૂંકાવ્યું હતુ, તેમાં 184 મહિલાઓ અને 503 પુરૂષો હતા.

શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીના કહેવા મુજબ આંકડાના વિશ્ષેલણ પરથી મહિલાઓ કરતાં પુરુષોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. 34 ટકા પુરુષોની તુલનામાં 10 ટકા મહિલાઓએ આપઘાત કર્યો હતો.આપઘાતની સરેરાશમાં પણ 30 ટકાનો વધારો થયો છે. અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પડતું મુકીને આપઘાતના બનાવ ચિંતાનું કારણ બની રહ્યાં છે.છેલ્લા પાંચ વર્ષમાં કુલ 722 વ્યક્તિ નદીમાં ઝંપલાવીને આપઘાત કરી ચૂક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch