Sat,17 October 2026,5:03 am
Print
header

શું તમને પણ પેશાબ કરતી વખતે બળતરા થાય છે ? રસ્તા કિનારે મળતો આ છોડ આપશે રાહત

ખરુ એક ઔષધીય છોડ છે જેનો લાંબા સમયથી પરંપરાગત દવામાં ઉપયોગ કરવામાં આવે છે. પેશાબની સમસ્યાઓ અને કિડનીની પથરીમાં તેનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે. આ છોડ ખેતરો અને આસપાસના વિસ્તારોમાં સરળતાથી મળી શકે છે. ગોખરુનો ઉપયોગ પરંપરાગત રીતે પેશાબની સમસ્યાઓ માટે થાય છે. આ છોડના વિવિધ ભાગોનો ઉપયોગ આયુર્વેદમાં થાય છે. તેનો ઉપયોગ પેશાબમાં બળતરા અને અન્ય પેશાબની સમસ્યાઓ માટે પણ થાય છે.

ગોખરુનો ઉપયોગ કિડનીની પથરીની સમસ્યાઓ માટે પણ થાય છે. જો કે  કોઈ પણ કિડની પથરીની સમસ્યા માટે તેનું સેવન ડૉક્ટર અથવા લાયક વૈદ્યની સલાહ લીધા પછી જ કરવું જોઈએ. ફક્ત ઘરેલું ઉપચાર પર આધાર રાખવો યોગ્ય નથી. ગોખરુ પાવડર દરરોજ સવારે અને સાંજે પાણી અથવા દૂધ સાથે 3 થી 5 ગ્રામની માત્રામાં પીવામાં આવે છે. જો કે, વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય અને બીમારીના આધારે યોગ્ય માત્રા બદલાઈ શકે છે, તેથી નિષ્ણાતની સલાહ જરૂરી છે.

આ ભૂલ ન કરો

ગોખરુ ગ્રામીણ વિસ્તારોમાં સરળતાથી ઉપલબ્ધ છે.જો કે કોઈ પણ ઔષધીય છોડનું સેવન કરતા પહેલા તેની યોગ્ય ઓળખ અને ઉપયોગ વિશે લાયક નિષ્ણાત પાસેથી માહિતી મેળવવી મહત્વપૂર્ણ છે. સગર્ભા સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને જેઓ પહેલાથી જ કોઈપણ તબીબી સ્થિતિ માટે દવા લઈ રહ્યા છે તેઓએ ખાસ કરીને તબીબી સલાહ વિના તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સાોમાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar