Tue,29 April 2025,12:44 am
Print
header

કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા

(ફાઇલ ફોટો)

પહેલા કરોડો રૂપિયાની સોપારીની દાણચોરી થતી હતી

એચએનએસ કોડ બદલીને ઉતારવામાં આવતી હતી સોપારી

આયાત ડ્યૂતી ભર્યા વગર વિદેશમાંથી સોપારી લાવીને સ્થાનિક માર્કેટમાં વેંચતા હતા માફિયાઓ

ગાંધીધામઃ છેલ્લા કેટલાક મહિનાઓથી કંડલા સેઝમાં ગોરખધંધા બંધ થઇ ગયા છે, પહેલા અહીં જે વસ્તુઓમાં આયાત ડ્યૂતી ઉંચી હોય અથવા જે વસ્તુ પર પ્રતિબંધ હોટ તેવી વસ્તુઓ લાવવામાં આવતી હતી, અહીં સોપારી, મરી અને કાપડ સહિતની વસ્તુઓ ગેરકાયદેસર રીતે ઉતારવામાં આવતી હતી. સેઝના નિયમોનું ઉલ્લંઘન કરીને માફિયાઓ સેઝમાંથી માલ બહાર કાઢતા હતા અને સ્થાનિક માર્કેટમાં વેંચી દેતા હતા, ગુજરાત ઉપરાંત દિલ્હી અને યુપી જેવા રાજ્યોના કેટલાક માફિયાઓ આ સ્મગલિંગ કરી રહ્યાં હતા.

કંડલા સેઝમાં થોડા મહિનાઓ પહેલા કેટલાક નવા અધિકારીઓનું પોસ્ટિંગ થયા બાદ આ અધિકારીઓએ સ્મગલિંગના ધંધા બંધ કરાવી દીધા હતા, માફિયાઓનું લિસ્ટ બનાવીને તેમને શબક શિખવી દીધો હતો, અવાર નવાર સમાચારોમાં પણ આવે છે તે સેઝમાંથી કરોડો રૂપિયાની ગેરકાયદેસર લાવવામાં આવેલી સોપારી પકડાઇ છે, કરોડો રૂપિયાના માલનું સ્મગલિંગ થઇ રહ્યું છે, પરંતુ હવે આ ગતિવિધીઓ પર ઘણા અંશે બ્રેક લાગી ગઇ છે.

થોડા સમય પહેલા કંડલા સેઝમાં આવેલા ઇમાનદાર અધિકારીઓએ તમામ ગતિવિધીઓ પર નજર રાખીને કડક કાર્યવાહી કરી છે, જેથી હવે માફિયાઓનો ધંધો બંધ થઇ જતા અધિકારીઓને ફસાવવા તેમની સામે ઉચ્ચ કક્ષાએ ખોટી અરજીઓ કરી છે, ખોટા પુરાવા ઉભા કરીને ઇમાનદાર અધિકારીઓને ફસાવી દેવા આ ષડયંત્ર રચવામાં આવ્યું છે.

પરંતુ કેન્દ્રીય નાંણાં મંત્રાલય સુધી સાચી વાત પહોંચી છે કે સેઝના અધિકારીઓએ અહીં થતા તમામ ગોરખધંધા બંધ કરાવી દીધા છે, કેન્દ્ર સરકારે પણ આ વાતની નોંધ લેવી પડશે. નોંધનિય છે કે માફિયાઓએ સીવીસી અને સીબીઆઇ જેવી એજન્સીઓમાં આ અધિકારીઓને હટાવવા ખોટી અરજીઓ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે કેન્દ્ર સરકાર આ મામલે ઇમાનદાર અધિકારીઓની સાથે છે તે નક્કિ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch