Sat,20 April 2024,6:23 pm
Print
header

કોરોનામાં હજારો લોકોને મદદ કરનાર અભિનેતા સોનુ સૂદને ત્યાં આઇટીના દરોડા

કેજરીવાલ સાથેની મુલાકાત બાદ સોનુ સૂદ સામે રોષ રાખીને કાર્યવાહી કરાયાના આરોપ 

મુંબઈઃ કોરોનાકાળમાં લોકડાઉન નાખવામાં આવ્યું ત્યારે પોતાના ખર્ચે હજારો પ્રવાસી શ્રમિકોને માદરે વતન મોકલનારા એક્ટર સોનુ સુદ આઈટીની ઝપેટમાં આવી ગયા છે. થોડા દિવસ પહેલા સોનુ સૂદને દિલ્હીની કેજરીવાલ સરકારે બાળકો માટે શરૂ કરવામાં આવેલા મેંટરશિપ કાર્યક્રમના બ્રાંડ એમ્બેસેડર બનાવ્યાં છે. સોનુ સૂદ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે તેવી પણ ચર્ચા હતી પરંતુ તેમને આ વાત ફગાવી દીધી હતી.

હવે સોનુની મુંબઈ સ્થિત ઓફિસ સહિત 6 જગ્યાએ ઇન્કમ ટેક્સના અધિકારીઓ ત્રાટક્યાં છે. સોનુની પ્રોપ્રર્ટીની અકાઉન્ટ બુકમાં ગડબડ થઈ હોવાના આરોપ બાદ આઇટીની ટીમો પ્રોપ્રર્ટીનો સર્વે કરે છે. ITની ટીમે સોનુ સૂદ તથા તેની કંપનીઓ સાથે જોડાયેલી છ જગ્યા પર સર્વે હાથ ધર્યો છે. હાલ સોનુ સૂદ દેશનાં 16 શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યો છે.

સોનુ હાલમાં પૃથ્વીરાજ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત હતો, અક્ષય કુમાર અને માનુષી છીલ્લર સાથે ફિલ્મમાં નજરે પડશે.આ ફિલ્મનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. ઉપરાંત તેની પાસે કેટલાક પ્રોજેક્ટ્સ પણ છે. જો કે આઇટીની રેડ પછી તેની મુશ્કેલીઓ વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch