Sat,13 June 2026,3:12 pm
Print
header

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોણા ત્રણ વર્ષે તથ્ય પટેલને મળ્યાં જામીન, મૃતકોના પરિવાર આક્રોશમાં

  • Published By
  • 2026-05-27 19:23:54
  • /

અમદાવાદ: શહેરના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. અકસ્માત બાદ છેલ્લા લગભગ પોણા ત્રણ વર્ષથી જેલમાં બંધ તથ્ય પટેલ હવે પહેલીવાર જેલની બહાર આવશે. 

બચાવ પક્ષના વકીલોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે કેસમાં કુલ 191 સાક્ષીઓ છે, જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 29 જેટલા આંખે દેખ્યા સાક્ષીઓની તપાસ જ પૂર્ણ થઈ છે અને હજુ ઘણા સાક્ષીઓની તપાસ બાકી છે.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે તથ્ય પટેલ પર IPC કલમ 304 (સાપરાધ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધાયેલો છે, પરંતુ તે હજુ સુધી દોષિત ઠર્યો નથી. તે લાંબા સમયથી જેલમાં છે. મૃતકોના પરિવારોને વળતર આપવા અંગે કોર્ટે જણાવ્યું કે, અત્યારે ટ્રાયલ ચાલુ હોવાથી વળતર બાબતે કોઈ નિર્ણય લેવાથી કેસ પર તેની અસર પડી શકે છે.

તથ્ય પટેલને જામીન મળવાના સમાચાર આવતા જ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ફરજ બજાવતા અને મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામના વતની એવા મૃતક પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહના બહેન કિરણબાએ ભાવુક થઈને ન્યાયતંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ બેદરકારીના કારણે નિર્દોષ લોકોના જીવ લેવાનો મામલો છે. આરોપીને જામીન નહીં પરંતુ ફાંસી જેવી કડકમાં કડક સજા મળવી જોઈએ. અમે આજે પણ અમારા સ્વજનને ભૂલી શક્યા નથી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch