(ફાઈલ તસવીર)
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ 2007 બેચના ભારતીય મહેસૂલ સેવા (IRS) ના અધિકારી અમિત કુમાર સિંઘલની 25 લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરાઇ છે. આ સાથે, અન્ય એક વ્યક્તિ હર્ષ કોટકની પણ ધરપકડ કરવામાં આવી હતી. CBIએ બંને સામે કેસ નોંધ્યો હતો. બંનેએ એક ઉદ્યોગપતિ પાસેથી 45 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આવકવેરા વિભાગના એક કેસમાં કાર્યવાહી અટકાવવા માટે આ લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ છે.
અમિત કુમાર સિંઘલ હાલમાં નવી દિલ્હીમાં આવકવેરા વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે પોસ્ટેડ છે. બીજો આરોપી એક વચેટિયો છે, તેણે લાંચ લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
CBI દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે અમિત કુમાર સિંઘલે હર્ષ કોટકની મદદથી ફરિયાદી પાસેથી કુલ 45 લાખ રૂપિયાની માંગણી કરી હતી. લાંચ ન આપવાના કિસ્સામાં, અમિત કુમાર સિંઘલે ફરિયાદીને કાનૂની કાર્યવાહી, ભારે દંડ અને હેરાનગતિની ધમકી આપી હતી. સિંઘલે હર્ષ કોટક દ્વારા પીડિત પાસેથી 45 લાખની લાંચ માંગી હતી. શરૂઆતમાં રૂ. 25 લાખના ટોકન રકમ પર સંમતિ થઈ હતી.
ભ્રષ્ટાચારની ફરિયાદ મળ્યાં બાદ, કેન્દ્રીય તપાસ એજન્સીએ આયોજનબદ્ધ રીતે છટકું ગોઠવ્યું અને લાંચની રકમ સ્વીકારતી વખતે આરોપીને રંગે હાથે પકડી લીધો. સૌપ્રથમ, ફરિયાદીની માહિતી પર, સીબીઆઈએ શનિવારે એફઆઈઆર નોંધી હતી. યોજના મુજબ, 25 લાખનો સોદો થયો હતો, સીબીઆઇએ મોહાલીમાં અધિકારીના નિવાસસ્થાને ફરિયાદી પાસેથી 25 લાખ રૂપિયાની લાંચ લેતા વચેટિયા હર્ષ કોટકને રંગે હાથે પકડી લીધો. આ પછી, મુખ્ય આરોપી અમિત કુમાર સિંઘલની પણ વસંત કુંજ સ્થિત તેના નિવાસસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
સંસદમાં ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, જેના માટે એક સૂચના જારી કરવામાં આવી | 2026-04-17 08:41:31
મહિલાઓ હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચવા આતુર, વિરોધ કરનારાઓએ ભોગવવી પડશે કિંમત: PM મોદી | 2026-04-16 17:05:18
છત્તીસગઢઃ વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા 10 મજૂરોનાં મોત | 2026-04-14 18:06:24
સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી હશે, NDA ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો સર્વાનુમતે નિર્ણય | 2026-04-14 18:01:32