ગાંધીનગરઃ સુપર કોપ ગણાતા IPS અધિકારી અભય ચૂડાસમાની નિવૃત્તિ અરજી મંજૂર થઇ ગઇ છે. ગુરુવારે સાંજે, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં જણાવાયું હતું કે 1999 બેચના IPS અધિકારી, ગુજરાત પોલીસ એકેડેમી, કરાઈ, ગાંધીનગરના પ્રિન્સિપાલ, અભય ચૂડાસમાંને ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્તિ માટે મંજૂરી આપવામાં આવી છે. તેઓ 31 ઓક્ટોબરના રોજ નિવૃત્ત થશે.
મૂળ ધોળકા નજીકના રતનપુર ગામના વતની IPS અધિકારી અભય ચૂડાસમાને અંકલેશ્વરમાં ડી.વાય.એસ.પી. તરીકે તેમનું પહેલું પોસ્ટિંગ મળ્યું હતું. તેમણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત ગુજરાત પોલીસની વિવિધ એજન્સીઓમાં વ્યાપક સેવા આપી છે, છેલ્લે એપ્રિલ 2024 માં ગાંધીનગરમાં રાજ્ય પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત થયા હતા.
તેમણે 8 મહિના પહેલા સરકાર પાસે નિવૃત્તિની વિનંતી કરી હતી. અગાઉ, કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં, IPS અભય ચૂડાસમાએ કહ્યું હતું કે તેઓ ક્યારેય રાજકારણમાં જશે નહીં, તેઓ શિક્ષણ માટે કામ કરશે. તેથી, હવે એવી ચર્ચા છે કે તેઓ નિવૃત્તિ પછી સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જોડાશે.
અભય ચૂડાસમાં વિવાદમાં પણ રહ્યાં હતા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમની 28 એપ્રિલ, 2010 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈની કોર્ટે તેમને 28 એપ્રિલ, 2014 ના રોજ જામીન આપ્યાં હતા. 6 મહિના જામીન પર રહ્યાં પછી, તેઓ અમદાવાદ પાછા ફર્યા હતા. તેમણે નડિયાદની બિલોદરા જેલમાં ત્રણ વર્ષ અને મુંબઈની સેન્ટ્રલ જેલમાં એક વર્ષ રહેવું પડ્યું હતુ. બાદમાં તેઓ નિર્દોષ સાબિત થતા નોકરી પર પરત ફર્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
ગાંધીનગર SOGમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો | 2025-11-10 15:55:08
ગાંધીનગરના અડાલજ પાસેથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યાં | 2025-11-09 10:46:00
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 26 ફેબ્રુઆરીથી શરૂઆત | 2025-11-08 17:52:34