અમદાવાદઃ સુરતમાં આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને લાકડીઓ અને લાફાથી ઢોર માર મારવાના ચકચારી કેસમાં તત્કાલીન ડીસીપી રાજદીપસિંહ નકુમની મુશ્કેલીઓમાં વધારો થયો છે.હાઇકોર્ટ સમક્ષ તપાસ રિપોર્ટ રજૂ થયા બાદ આ રિપોર્ટ હવે ગૃહ વિભાગને સોંપવામાં આવ્યો છે. દરમિયાન રાજ્ય સરકારે રાજદીપસિંહ નકુમને IPS કેડરમાં બઢતી આપી હોવાથી તેઓ હવે ઓલ ઈન્ડિયા સર્વિસ (AIS) નિયમો હેઠળ આવતા હોવાથી ગૃહ વિભાગ દ્વારા તેમને 15 દિવસમાં ખુલાસો આપવા માટે કારણદર્શક (શો કોઝ) નોટિસ ફટકારવામાં આવી છે.
હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે સવાલ કર્યો હતો કે, શું પ્રાથમિક તપાસ દરમિયાન તેઓ (રાજદીપસિંહ નકુમ) ઉપસ્થિત રહ્યાં હતા ?” જેના જવાબમાં સરકારી વકીલે સ્પષ્ટતા કરી હતી કે, અધિકારીએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. નિયમ મુજબ આગળની કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરતાં પહેલાં શો કોઝ નોટિસ પાઠવવી અનિવાર્ય છે. આ તપાસ રિપોર્ટ મળેલી ફરિયાદોને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને કેટલાક પક્ષકારો દ્વારા જુદી જુદી જગ્યાએ સતત રજૂઆતો થઈ રહી છે.
સુરત પોલીસના એડિશનલ કમિશનર ઓફ ક્રાઈમ દ્વારા સમગ્ર મામલે પ્રાથમિક તપાસ અહેવાલ તૈયાર કરી ડીજીપી કચેરી તેમજ ગૃહ વિભાગને મોકલાયો છે. હાઇકોર્ટે આ કેસની આગામી સુનાવણી 19 ઓક્ટોબરના રોજ નિયત કરી છે, જેમાં નકુમ સામે લેવાયેલા પગલાં અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવામાં આવશે.
જુલાઈ 2026 માં સુરતના સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવાના બહાને ડીસીપી રાજદીપસિંહ નકુમે સુપ્રીમ કોર્ટ અને રાજ્ય પોલીસ વડાની માર્ગદર્શિકા તથા આદેશોની અવગણના કરીને જાહેર માર્ગો પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું.
આ સરઘસ દરમિયાન થોડા- થોડા અંતરે આરોપીઓને ઊભા રાખી, તેમના વાળ પકડીને લાફા ઝીંકવામાં આવ્યાં હતા, તેમજ દંડાથી ઢોર માર મરાયો હતો. જે સમગ્ર મામલો હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો હતો.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ? | 2026-10-11 10:11:39
આ વર્ષે અમદાવાદની ગરબા ઈકોનોમી રૂ. 3,000 કરોડ ને પાર પહોંચવાનો અંદાજ | 2026-10-11 10:01:59
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર | 2026-10-08 17:07:14
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્તિ | 2026-10-05 18:15:44
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી | 2026-10-14 15:21:03
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત | 2026-10-10 18:31:37
સિદ્ધાર્થ રાંદેરિયા કલામંદિર જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વાસ અને પેઢીઓથી ચાલતા સંબંધોની બે વિરાસતોનું થયું મિલન | 2026-10-10 08:58:22
અમદાવાદ - ગાંધીનગર બાદ હવે સુરતમાં મેટ્રો દોડવા તૈયાર: ડાયમંડ કટ્સ ઈન્ટિરિયર સાથેનો સામે આવ્યો પ્રથમ લૂક | 2026-10-06 16:58:58