Mon,09 December 2024,12:38 pm
Print
header

IPL વિજેતા કેપ્ટને તોડ્યો મિશેલ સ્ટાર્કનો રેકોર્ડ, મેગા ઓક્શનમાં પૈસાનો થયો વરસાદ

IPL 2025 Mega Auction: IPL 2025 મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની ટીમે સ્ટાર બેટ્સમેન શ્રેયસ અય્યરને ખરીદ્યો છે. આ માટે પંજાબ કિંગ્સે ઘણા પૈસા ખર્ચ્યા છે અને અય્યરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેણે મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લી હરાજીમાં સ્ટાર્કને KKR ટીમે 24.74 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસાકસી

હરાજીમાં શ્રેયસ અય્યરની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. KKR ટીમે અય્યર માટે પહેલી બોલી લગાવી હતી. પરંતુ 10 કરોડ પછી બોલી લગાવવાનું બંધ કરી દીધું હતું. આ પછી દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રસાકસી થઇ હતી. બંને ટીમો કોઈપણ ભોગે અય્યરને પોતાની ટીમમાં સામેલ કરવા માંગતી હતી, તેના પરની બોલી 20 કરોડને વટાવી ગઈ હતી. પંજાબ કિંગ્સ તેને ખરીદવામાં સફળ રહ્યું અને તેના માટે 26.75 કરોડ રૂપિયાની મોટી રકમ નક્કિ કરી.

IPLમાં 3000 થી વધુ રન બનાવ્યાં

શ્રેયસ અય્યર તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે અને એકવાર તે ક્રીઝ પર આવી જાય તો તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. તે મોટી ઇનિંગ્સ રમવામાં માહિર છે, મધ્યમ ક્રમમાં પંજાબ કિંગ્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અય્યર અત્યાર સુધી 116 IPL મેચોમાં 3127 રન બનાવ્યા છે જેમાં 21 અડધી સદી સામેલ છે. આ દરમિયાન 96 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. આ સિવાય અય્યરે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે.

KKR ટીમે ખિતાબ જીત્યો

આ પછી KKR ટીમે તેને રિટેન ન કર્યો. શ્રેયસ અય્યરે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી છે. તેની કપ્તાનીમાં જ KKR ટીમે IPL 2024નો ખિતાબ જીત્યો હતો. KKR ટીમે ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું હતું. પછી બધાએ અય્યરેની નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી.

દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરી છે

શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં દિલ્હી કેપિટલ્સ પણ ફાઇનલમાં પહોંચી હતી. તેની પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે અને તે બોલિંગમાં સારા ફેરફારો કરે છે. અય્યરે અત્યાર સુધી 70 આઈપીએલ મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાંથી ટીમે 38માં જીત મેળવી છે. તેને 29 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. IPLનો સૌથી સફળ બોલર યુઝવેન્દ્ર ચહલ આખરે પંજાબ કિંગ્સ સાથે 18 કરોડ રૂપિયામાં જોડાયો છે. ગુજરાતે મોહમ્મદ સિરાજને 12.25 કરોડમાં ખરીદ્યો હતો. મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch