ભારત-ઓસ્ટ્રેલિયા A મેચ મોહાલી શિફ્ટ
નવી દિલ્હીઃ IPLની આગામી સિઝનની તૈયારીઓ વચ્ચે ઓક્શનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. BCCIના સેક્રેટરી દેવજીત સાઇકિયાએ જણાવ્યું કે, આ વર્ષે IPL ઓક્શનનું આયોજન ડિસેમ્બર મહિનામાં ગોવામાં કરવામાં આવશે. છેલ્લા 3 વર્ષથી ઓક્શન ભારત બહાર યોજાતું હતું, પરંતુ આ વખતે BCCIએ ભારતમાં જ ઓક્શન યોજવાનો નિર્ણય કર્યો છે.
BCCI સેક્રેટરી દેવજીત સાઇકિયાએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ IPL ઓક્શન સાઉદી અરેબિયા, દુબઈ અને અબુ ધાબીમાં યોજાયા હતા, પરંતુ હવે ડિસેમ્બર મહિનામાં ગોવાને તેની યજમાની સોંપવામાં આવશે.
IPL ઓક્શન ઉપરાંત સાઇકિયાએ ભારત 'A' મહિલા અને ઓસ્ટ્રેલિયા 'A' મહિલા ટીમો વચ્ચે રમાનારી મેચો અંગે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ધર્મશાલામાં ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને કારણે આગામી - T20 મેચોને મોહાલી શિફ્ટ કરવામાં આવી છે. હવામાનને લીધે ક્રિકેટ પ્રવૃત્તિઓમાં કોઈ અવરોધ ન આવે તે માટે આ નિર્ણય લેવાયો છે.
દેવજીત સાઇકિયાએ ભારત અને જાપાન વચ્ચે તાજેતરમાં રમાયેલી ઐતિહાસિક T- 20 મેચને બંને દેશોના ક્રિકેટ સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે ભારતીય ટીમને અભિનંદન આપતાં કહ્યું કે, આ મેચ માત્ર જાપાન સામેની જીત પૂરતી મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચે ક્રિકેટ ક્ષેત્રે મિત્રતાના એક નવા યુગની શરૂઆત છે.
તેમણે જણાવ્યું કે, ICC ચેરમેન જય શાહની પહેલ બાદ ભારત અને જાપાનના ક્રિકેટ બોર્ડે આ મેચના આયોજન માટે કામ કર્યું હતું. એડિનબર્ગમાં જય શાહે જાપાનમાં આ મેચ યોજવા માટે ચર્ચા કરવાની સલાહ આપી હતી, જે પહેલ હવે સફળ રહી છે. જાપાનમાં દર્શકોના ઉત્સાહને જોતાં ત્યાં ક્રિકેટ વધુ લોકપ્રિય બનશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
મેરઠ બ્લુ ડ્રમ હત્યાકાંડ: પતિના પાંચ ટુકડા કરનારી પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને કોર્ટે ફટકારી ફાંસીની સજા | 2026-10-14 18:00:46
Video: દેશને કેમ બરબાદ કરી રહ્યાં છો ભાઈ ? અભિજીત દીપકેનો દિલ્હી એરપોર્ટ પર વિરોધ | 2026-10-14 17:52:07
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રામલીલા મેળામાં અંધાધૂંધ ગોળીબાર, ત્રણ લોકોનાં મોત | 2026-10-13 08:56:11