Mon,09 December 2024,12:58 pm
Print
header

IPL હરાજીમાં રૂપિયાનો વરસાદ, પંતને 27 કરોડ, અય્યરને 26.75 કરોડમાં ખરીદ્યા- Gujarat Post

IPL Auction: આઈપીએલ 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનમાં રિષભ પંતે ઈતિહાસ રચ્યો છે. ઋષભ પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેણે શ્રેયસ અય્યરનો રેકોર્ડ તોડ્યો છે, જેને પંજાબ કિંગ્સે આ જ હરાજીમાં રૂ. 26.75 કરોડમાં ખરીદ્યો હતો. આ પહેલા હરાજીમાં પ્રથમ ક્રમે આવેલા અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે 19 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પ્રથમ સેટમાં હાજર રહેલા જોસ બટલરને ગુજરાત ટાઇટન્સે રૂ. 15.75 કરોડમાં ખરીદ્યો હતો. આ વખતે બીસીસીઆઈ દ્વારા હરાજી માટે કુલ 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં 367 ભારતીય અને 210 વિદેશી ખેલાડીઓ છે. આ સિવાય સહયોગી દેશોના ચાર ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.

પ્રથમ સેટમાં માર્કી ખેલાડીઓ આટલા ભાવે વેચાયા હતા

અર્શદીપ સિંહ- રૂ. 18 કરોડ- પંજાબ કિંગ્સ

કાગીસો રબાડા - રૂ. 10.75 કરોડ - ગુજરાત ટાઇટન્સ

શ્રેયસ અય્યર-  રૂ. 26.75 કરોડ- પંજાબ કિંગ્સ

જોસ બટલર- રૂ. 15.75 કરોડ - ગુજરાત ટાઇટન્સ

મિશેલ સ્ટાર્ક- રૂ.11.75 કરોડ- દિલ્હી કેપિટલ્સ

ઋષભ પંત- રૂ. 27 કરોડ- લખનઉ સુપર જાયન્ટ્સ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch