Sun,08 September 2024,12:13 pm
Print
header

IC 814 કંદહાર હાઇજેક ફિલ્મમાં આતંકવાદીઓના નામ હિન્દુ પરથી, ભાજપે કહ્યું- ફિલ્મનો બહિષ્કાર કરો

IC 814 કંદહાર હાઇજેક: 1999ના કંદહાર પ્લેન હાઇજેક પર આધારિત સીરિઝ IC 814: ધ કંદહાર હાઇજેક પર હવે વિવાદ ઊભો થયો છે. ફિલ્મમાં આતંકવાદીઓના હિન્દુ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના પર હવે ભાજપે સવાલો ઉઠાવ્યાં છે.

આતંકવાદીઓના હિન્દુ નામ, ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ

ભાજપે કહ્યું કે ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ આ બધું જાણી જોઈને કર્યું છે. ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે આતંકવાદીઓની મુસ્લિમ ઓળખને હિન્દુ નામોથી છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે આ ફિલ્મનો બહિષ્કાર થવો જોઈએ. જેમણે IC-814 હાઇજેક કર્યું તે  આતંકવાદીઓ હતા, જેમણે તેમની મુસ્લિમ ઓળખ છુપાવવા માટે ઉપનામોનો ઉપયોગ કર્યો હતો. ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ બિન-મુસ્લિમ નામો આગળ કરીને તેમના ગુનાહિત ઈરાદાઓને કાયદેસર બનાવ્યાં છે. દાયકાઓ પછી લોકો વિચારશે કે હિંદુઓએ IC-814 હાઇજેક કર્યું હતું.

માલવિયાએ કહ્યું કે પાકિસ્તાની આતંકવાદીઓના ગુનાઓને સફેદ કરવાનો આ ડાબેરીઓનો એજન્ડા છે. આ સિનેમાની શક્તિ છે, જેનો સામ્યવાદીઓ 70ના દાયકાથી આક્રમક રીતે ઉપયોગ કરી રહ્યાં છે.

પાંચ આતંકવાદીઓએ પ્લેન હાઇજેક કર્યું હતું

24 ડિસેમ્બર 1999ના રોજ ભારતીય એરલાઇન્સનું વિમાન IC-814, જે 176 મુસાફરો સાથે ઉડાન ભરી રહ્યું હતું, તે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટથી નવી દિલ્હી માટે ઉડાન ભરવાનું હતું. દરમિયાન ટેક ઓફ કરતી વખતે આ પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું.

પાંચ આતંકવાદીઓ દ્વારા પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું. આ આતંકીઓ પ્લેનને અમૃતસર, લાહોર, દુબઈ થઈને કંદહાર લઈ જાય છે. આ હાઇજેકની ઘટના સાત દિવસ સુધી ચાલુ રહી હતી.

આતંકવાદીઓના સાચા નામ શું છે ?

પ્લેન હાઇજેક કરનાર પાંચ આતંકવાદીઓ તમામ મુસ્લિમ હતા. જેમના નામ હતા ઈબ્રાહિમ અખ્તર, શાહિદ અખ્તર, સની અહેમદ, ઝહૂર મિસ્ત્રી અને શાકિર. જો કે આ ફિલ્મમાં આ આતંકીઓના નામ બદલીને ભોલા અને શંકર રાખવામાં આવ્યાં છે. આ મુદ્દે વિવાદ ઉભો થયો છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મના બહિષ્કારની માંગ ઉઠી છે.

ફિલ્મમાં અભિનેતા વિજય વર્માએ કેપ્ટન દેવી શરણની ભૂમિકા ભજવી છે, જે પ્લેનના અપહરણ દરમિયાન પાઇલટ છે. નેટફ્લિક્સ પર આ સિરીઝનું સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયું છે.

ફિલ્મ નિર્દેશકની સ્પષ્ટતા

આતંકવાદીઓના બદલાયેલા નામો અંગે ફિલ્મ શ્રેણીના નિર્દેશક મુકેશ છાબરાએ દાવો કર્યો હતો કે આ ઘટનામાં સામેલ આતંકવાદીઓએ એકબીજાના અલગ-અલગ નામો એટલે કે નકલી નામોનો ઉપયોગ કર્યો હતો. આ શ્રેણી તૈયાર કરવા માટે ઘણું સંશોધન કરવામાં આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch