ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ઓપરેશન ગંગાજળ અંતર્ગત મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે એક જ દિવસમાં ગુજરાત કેડરના બે આઈએએસ અધિકારીઓ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ અને અધિક વિકાસ કમિશનર ગૌરવ દહિયાને વય નિવૃત્તિ પહેલાં જ તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. સરકારના આ આક્રમક વલણથી સનદી અધિકારીઓ અને સચિવાલયના વર્તુળોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રહેલા કે. રાજેશ લાંબા સમયથી સસ્પેન્શન હેઠળ હતા. વર્ષ 2018થી 2021 દરમિયાન સુરેન્દ્રનગર કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળમાં અયોગ્ય વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે હથિયાર લાઇસન્સ આપવા, સરકારી જમીનની શંકાસ્પદ ફાળવણી કરવા તેમજ સરકારી જમીન પરના દબાણો નિયમિત કરવાના બદલામાં લાંચ લીધાના ગંભીર આક્ષેપો થયા હતા.
વહીવટી અને નાણાકીય અનિયમિતતાઓની ફરિયાદો બાદ મે 2022 માં સીબીઆઈએ તેમની સામે એફઆઈઆર નોંધી જુલાઈ 2022 માં ધરપકડ કરી હતી, જેના પગલે સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. CBI તપાસમાં કથિત મધ્યસ્થી રફીક મેમણના બેંક ખાતામાં લાંચની રકમ જમા કરાવવા અને બનાવટી ઇન્વોઇસ ઊભા કરવાના પુરાવા મળ્યાં હતા. ઉપરાંત, કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન ચૂંટણી ખર્ચના ખાતામાં રૂ. 5 લાખથી રકમ વધીને અંદાજે રૂ. 5 કરોડ થઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો હતો, જેમાં લાઇસન્સ અને ક્વોરી લીઝ સંબંધિત લાંચની રકમ જમા થતી હોવાનો આક્ષેપ છે. ત્યાર બાદ ઓગસ્ટ ૨૦૨૨ માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ કેસમાં તેમની કસ્ટડી લીધી હતી અને ઓક્ટોબર ૨૦૨૨માં સ્પેશિયલ PMLA કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી હતી.
બીજી તરફ, અધિક વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા 2010 બેચના IAS અધિકારી ગૌરવ દહિયાને પણ સેવા સમીક્ષા બાદ ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. ગૌરવ દહિયા અગાઉ પણ ગંભીર વિવાદોમાં રહ્યાં હતા. વર્ષ 2019 માં એક મહિલા દ્વારા તેમના પર છેતરપિંડી અને ધાકધમકીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં બાદ તપાસ કમિટીની રચના થઈ હતી અને તેમને સસ્પેન્ડ કરાયા હતા. લગભગ 4 વર્ષના લાંબા સસ્પેન્શન બાદ જુલાઈ 2023 માં તેઓ સેવામાં પરત ફર્યા હતા અને અધિક વિકાસ કમિશનરની જવાબદારી સોંપાઈ હતી.જો કે, સર્વિસ રિવ્યૂં બાદ સરકારે તેમની સામે પણ કડક હાથે કામ લઈ કાયમી ઘરભેગા કરવાનો નિર્ણય કર્યો હતો.
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
સિલ્વર ઓક યુનિવર્સિટીમાં My Equation રોબોટિક્સ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના | 2026-10-16 18:52:47
નવરાત્રિના અંતિમ દિવસે મેઘરાજા બગાડી શકે છે તમારી મજા, માવઠાની આ છે આગાહી | 2026-10-14 18:11:49
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: 8 વર્ષની માસૂમ બાળકી પર પોક્સો વિથ મર્ડરના ગુનામાં નરાધમને ફાંસીની સજા ફટકારી | 2026-10-09 17:46:25
વિદેશથી MBBS કરનાર ઇન્ટર્ન ડોક્ટરો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય | 2026-10-05 17:56:50
ગુજરાતના રાજકારણમાં મોટા ધમાકાના એંધાણ: 9 વર્ષ બાદ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની શક્યતા | 2026-09-29 18:08:28
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 32 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ | 2026-09-25 18:07:13