Fri,19 April 2024,12:40 am
Print
header

IAS કે. રાજેશની હજુ સુધી કેમ નથી થઈ ધરપકડ ? Gujarat Post

અમદાવાદઃ આઈએએસ ઓફિસર કે.રાજેશને ત્યાં સીબીઆઈએ રેડ પાડી હોવા છતાં હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. પહેલા અહેવાલ હતા કે તેની ધરપકડ કરાઇ છે, જો કે તેની માત્ર અટકાયત જ કરવામાં આવી છે. કે. રાજેશના વચેટિયા તરીકે લાંચપેટે લીધેલા 4 લાખ રૂપિયાના કેસમાં પકડાયેલા આરોપી રફીક મેમણના વધુ 10 દિવસના રિમાન્ડની અરજી સીબીઆઈ જજ સી. કે. ચૌહાણે નામંજૂર કરીને તેને જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. પકડાયેલો આરોપી રફીક મેમણ તપાસમાં સહકાર આપતો નથી. લાંચ કેસના રૂપિયા તેમ જ અન્ય આરોપીઓ અંગે સાચી હકીકત જણાવતો નથી. કે.રાજેશની હજુ સુધી કેમ ધરપકડ નથી થઈ તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

સુરેન્દ્રનગર કલેકટરની ફરજ બજાવી ચુકેલા કે.રાજેશ (કનકેશ્વરપતિ રાજેશ) આર્મ્સ લાયસન્સ લાંચકાંડને લઇને વિવાદમાં છે. તેના પર આક્ષેપ બાદ acb માં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના કેરણા ગામના મુથરભાઈ સાકરીયા દ્રારા આર્મ્સ લાયસન્સ નહીં મળતા રૂપિયા આપ્યાંની ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા કુંડલા ગામના અમરસંગ રાઠોડ દ્વારા પણ આવી ફરિયાદ કરાઈ હતી. જે બાદ વિવાદ વધતાં તેની બદલી ગાંધીનગર કરવામાં આવી હતી. જો કે હવે આ ભ્રષ્ટ અધિકારી સામે કાર્યવાહી કરાઇ રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch