Wed,16 September 2026,3:11 pm
Print
header

અમદાવાદ એરપોર્ટ પર બેંકકોકથી આવેલા દંપત્તિ પાસેથી મળ્યો હાઇડોપોનિક્સ ગાંજો, જાણો વધુ વિગતો

  • Published By
  • 2026-09-02 19:53:09
  • /

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરીથી ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. વડોદરાનું દંપતી બેંગકોકથી 1.928 ગ્રામ હાઇડોપોનિક્સ ગાંજો લઇને આવ્યું હતું.

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ આ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો, એજન્સીએ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

2 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાઇટ નંબર TG-343 માં બેંગકોકથી અમદાવાદ આવેલી મહિલા અને તેના પતિની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી આ નશાનો સામાન મળી આવ્યો હતો.

ટ્રોલિ બેગમાં આ ગુપ્ત ખાના ખોલતા વેક્યૂમ પેક કરાયેલા પારદર્શક પેકેટ મળી આવ્યાં હતા. કુલ 10 પેકેટમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જે હાઇડોપોનિક ગાંજો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 કરોડ રૂપિયા જેટલી થાય છે. હાલમાં આ કેસની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch