Wed,15 July 2026,12:54 am
Print
header

અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 10 કરોડ રૂપિયાનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો, જૂનાગઢનાં માંગરોલના શખ્સની ધરપકડ

  • Published By Mahesh patel
  • 2026-06-29 10:35:15
  • /

અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને 10 કિલોથી વધુ હાઈડ્રોપોનિક ગાંજો ઝડપી પાડ્યો છે. સ્નિફર ડોગની મદદથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. એક ટ્રોલી બેગમાંથી પાંચ પોલિથીન બેગમાં છુપાવેલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરાયો છે. આરોપી શખ્સ જૂનાગઢ જિલ્લાના માંગરોળનો રહેવાસી છે અને તેની પૂછપરછ થઇ રહી છે. 

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની એર ઇન્ટેલિજન્સ યુનિટે ડ્રગ્સ તસ્કરી વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરી છે. 28 જૂનના રોજ બેંગકોકથી થાઈ એરવેઝની ફ્લાઈટમાં અમદાવાદ આવેલા પેસેન્જરની ટ્રોલી બેગમાંથી 10.9 કિલોગ્રામ (10,911 ગ્રામ) ગાંજો મળ્યો છે.

આરોપી મુસાફર થાઈ એરવેઝની ફ્લાઈટ નંબર TG-343 માં બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો હતો. કસ્ટમ્સની એર ઈન્ટેલિજન્સ યુનિટે (AIU) સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રોલી બેગની ઓળખ કરી હતી. જેમાંથી આ નશાનો સામાન ઝડપી લેવામાં આવ્યો હતો.

એરપોર્ટ પર હાજર સ્પેશિયલ ફિલ્ડ ટેસ્ટ કિટ દ્વારા આ પદાર્થની તપાસ કરવામાં આવી, ત્યારે સામે આવ્યું કે તે ઉચ્ચ ગુણવત્તાવાળું હાઈડ્રોપોનિક મારીજુઆના ડ્રગ્સ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 10 કરોડ રૂપિયા કરતા પણ વધુ છે. હાલમાં આ કેસની વધુ તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch