મહેસાણાઃ શંખેશ્વરના પરિવારે વ્યાજખોરોના ત્રાસથી કડી નર્મદા કેનાલમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યુ છે. ધર્મેશ પંચાલ, ઉર્મિલાબેન પંચાલ અને પ્રકાશ પંચાલનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શંખેશ્વરના ધર્મેશ પંચાલ (ઉ.વ-38), તેમના પત્ની ઉર્મિલાબેન (ઉ.વ-36) અને પુત્ર પ્રકાશ (ઉ.વ-10) એ વ્યાજખોરોના ત્રાસથી પરિવારે કડી નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂકાવ્યું છે. કેનાલ પાસે ઉભેલી કારમાંથી સ્યૂસાઇડ નોટ અને મોબાઈલ મળી આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.
સ્યૂસાઇડ નોટમાં લખ્યું છે કે હું થાકી ગયો છું મારી પાસે કોઇ રસ્તો નથી એટલે હું મારી જિંદગી ખતમ કરું છું. ત્રણેયના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ઘર્મેશભાઇ છેલ્લા 10 વર્ષથી ફેબ્રિકેશનનો ધંધો કરતા હતા.
મૃતકના પરિવારના જણાવ્યાં અનુસાર આ ત્રણેય 10 વર્ષથી શંખેશ્વરમાં રહેતા હતા. તેમને કારખાનામાં ખોટ જતા વ્યાજે પૈસા લીધા હતા, જે વ્યાજખોરો ધાક ધમકી આપતા હતા, જેના કારણે તેમને આ પગલું ભર્યું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો, મંદિરના અમૃત મહોત્સવમાં આપી હાજરી | 2026-05-11 08:53:58
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રેકોર્ડ તોડશે | 2026-05-10 08:46:01