Tue,23 April 2024,11:09 pm
Print
header

સુરતઃ ઝઘડાઓથી કંટાળીને પતિએ પત્નીને ઉતારી દીધી મોતને ઘાટ, હત્યાને આપઘાતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ- Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

પડોશીએ સાથે પણ પરિણીતાની થતી હતી બબાલ

પતિને છૂટાછેડા આપવાની અને અલગ રહેવાની પાડતી હતી ના

સુરતઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. સુરતમાં માનસિક બિમાર પત્નીથી કંટાળીને અદાણી કંપનીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં પતિએ ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો પણ એફએસએલ રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી.

સુરતના અડાજણમાં આવેલી એલપી સવાણી સ્કૂલ નજીક સીએનજી સ્ટેશનની પાછળ સોમેશ્વરા સોસાયટીમાં રહેતા અને હજીરા સ્થિતિ અદાણી કંપનીમાં મેઇન્ટેન્સ વિભાગમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતાં દિનેશ પટેલની પત્ની ઘરનું કામ પતાવ્યાં બાદ મોડે સુધી ઉઠી ન હતી. જેથી પતિએ ચાદર ખેંચી ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શરીર ઠંડુ પડી ગયું હોવાથી 108ને બોલાવવામાં આવી હતી. 108ના સ્ટાફે તપાસ કરીને તેને મૃત જાહેર કરી હતી અને ગળાના ભાગે ઘસરકાના નિશાન હોવાથી અડાજણ પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં પતિએ પોલીસને ગોળ ગોળ જવાબ આપ્યાં હતા. પરંતુ આકરી પૂછપરછમાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

તેણે કબૂલાત કરતાં જણાવ્યું, વૈશાલી છેલ્લા ત્રણ વર્ષથી માનસિક બીમાર હતી. રોજબરોજ ઝઘડા કરતી હતી. પડોશી સાથે ઝઘડા કરતી અને છૂટાછેડા આપવાની તથા અલગ રહેવાની ના પાડતી હતી. ગત બપોરે પુત્રીની સ્કૂલમાં જઈ પ્રિન્સીપાલ સાથે પણ ઝઘડો કર્યો હતો. ઘરે આવી મારી સાથે ઝઘડો કરીને દસ્તો માર્યો હતો. જેમાં બંને વચ્ચે ઝપાઝપી જતાં દુપટ્ટા વડે ગળું દબાવી હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી. જે બાદ ઝેરી દવાની બોટલ તેની નજીક મુકી આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch