Wed,18 February 2026,12:19 pm
Print
header

ફાયરિંગ થયું હતુ, કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને તેની પત્નીનું શંકાસ્પદ મોત

  • Published By panna patel
  • 2026-01-22 08:43:26
  • /

યશરાજ ગોહિલ જીએમબીમાં ક્લાસ-1 અધિકારી હતા

અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જજીસ બંગલો રોડ પર સ્થિત NRI ટાવરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાથી પોતાની પત્નીને ભૂલમાં ગોળી વાગી ગઇ હતી અને બાદમાં તેને આત્મહત્યા કરી લીધી હતી, બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પતિ-પત્ની વચ્ચે થયેલા ગંભીર ઝઘડાના કારણે આ ઘટના બની હોય શકે છે. જો કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

ભાવનગરના રહેવાસી યશરાજ ગોહિલના રાજેશ્વરી ગોહિલ સાથે બે મહિના પહેલા લગ્ન થયા હતા. બંને NRI ટાવરમાં રહેતા હતા. ગઇ રાતે કોઈ રીતે ભૂલથી ગોળી પત્નીને વાગી ગયા બાદ પતિએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હતી. 

ઘટના બાદ યશરાજે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સના તબીબે રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.108નો સ્ટાફ ઘરની બહાર નીકળ્યાં બાદ યશરાજે પણ પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. ઝોન-1 ના ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ અને વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch