ન્યૂયોર્કઃ અમેરિકામાં હેલેન વાવાઝોડાથી 44 લોકોનાં મોત થયા છે. અહેવાલો અનુસાર ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના અને વર્જિનિયા આ તોફાનથી ખરાબ અસર પડી છે અને આ રાજ્યોમાં લોકોનાં મોત થયા છે. વાવાઝોડું 'હેલેને' શુક્રવારે ફ્લોરિડા અને સમગ્ર દક્ષિણ-પૂર્વ યુએસમાં ભારે તબાહી મચાવી હતી. ગુરુવારે મોડી રાત્રે જ્યારે વાવાઝોડું ફ્લોરિડાના બિગ બેન્ડ ગ્રામીણ વિસ્તારમાં ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ ઝડપ 225 કિલોમીટર પ્રતિ કલાક હતી. વાવાઝોડાને કારણે અમેરિકાના ઘણા રાજ્યોમાં વીજળી ગુલ ફેલ થઈ ગઇ છે, જેના કારણે લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે.
માર્યા ગયેલા લોકોમાં જોડિયા બાળકો અને તેમની માતાનો સમાવેશ થાય છે
તોફાનમાં માર્યા ગયેલા લોકોમાં 3 અગ્નિશામકો, એક મહિલા અને તેના 1-મહિનાના જોડિયા, તેમજ એક 89 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે વાવાઝોડું 'હેલન' અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટક્યું હતું અને ઝડપથી આગળ વધ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પૂર્વ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદ પડી શકે છે. હેલેન ગુરુવારે રાત્રે 11:10 વાગ્યે ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટ નજીક લેન્ડફોલ કર્યું હતું. જ્યારે વાવાઝોડું ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું ત્યારે પવનની મહત્તમ ઝડપ લગભગ 225 કિલોમીટર પ્રતિ કલાકની હતી.
લાખો ઘરોમાં વીજળીનો પૂરવઠો ખોરવાઇ ગયો હતો
હેલેનના કારણે ભારે પવન અને પૂરનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલાં જ જોરદાર પવનને કારણે ફ્લોરિડા, જ્યોર્જિયા અને દક્ષિણ કેરોલિનામાં અનેક ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ફ્લોરિડા, જ્યોર્જિયા, અલાબામા, કેરોલિનાસ અને વર્જિનિયાના ગવર્નરોએ પોતપોતાના રાજ્યોમાં કટોકટી જાહેર કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વીડિયો વાઇરલ, ગુજરાત સરકારના આ મંત્રીજી હવે ધરાઇ ગયા લાગે છે...! ઋષિકેશ પટેલે કહી દીધું...કાઢી મેલે તો કાઢી મેલે | 2024-10-07 19:43:31
વડોદરા ગેંગરેપના વિધર્મી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યાં, 1100 સીસીટીવી, 1000 મકાનોમાં તપાસ કરી | 2024-10-07 18:57:48
અંબાજીમાં ત્રીશુળીયા ઘાટ પાસે ખેડા જિલ્લાના કઠલાલની બસ પલટી ગઇ, 4 શ્રદ્ધાળુઓનાં મોત, 24 લોકો ઘાયલ | 2024-10-07 10:40:28
રાજસ્થાનઃ નવરાત્રિમાં માતાજીની ઝાંખી જોઈ રહેલા લોકો પર કાર ફરી વળી, નશામાં હતો ચાલક- Gujarat Post | 2024-10-07 10:28:46
Vadodara News: વડોદરામાં યુવતીએ પોલીસ સાથે કરી હાથાપાઇ, પોતાના કપડા પણ ફાડી નાખ્યાં- Gujarat Post | 2024-10-07 10:21:12
પાકિસ્તાનના કરાંચીમાં જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે બ્લાસ્ટમાં ત્રણ લોકોનાં મોત, આતંકી સંગઠને લીધી જવાબદારી | 2024-10-07 10:20:52
Israel Iran War: ઇરાનની ધમકી...જો અમને ઉશ્કેરવામાં આવશે તો અમે એવો જવાબ આપીશું કે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય | 2024-10-06 08:27:27
વિદેશ મંત્રી એસ. જયશંકર જશે પાકિસ્તાન, સ્વ.સુષ્મા સ્વરાજે 9 વર્ષ પહેલા પાડોશી દેશની લીધી હતી મુલાકાત | 2024-10-04 17:37:35
Video: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર બંધ થાય, ન્યૂયોર્કના આકાશમાં વિશાળ બેનર દેખાયું- Gujarat Post | 2024-10-04 10:08:45
હિઝબુલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીન માર્યા ગયા, પોતાને પયંગબરના વંશજ ગણાવતા હતા | 2024-10-04 09:18:53
બેફામ અધિકારીઓ....આ IRS અધિકારી પોતાને ગણે છે GST ના મોદી, વેપારીઓ પર રૌફ જમાવવા કરી રહ્યાં હતા ગતકડાં | 2024-10-06 13:35:21
આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ | 2024-10-05 15:05:18