Wed,24 April 2024,11:49 pm
Print
header

જમ્મુ કાશ્મીર: બાંદીપોરામાં સેનાને મોટી સફળતા, હથિયારોનો જથ્થો જપ્ત કરાયો

જમ્મુ કાશ્મીર: બાંદીપોરામાં સેનાને મોટી સફળતા મળી છે, જમ્મુ કાશ્મીરમાં ખીણના બાંદીપોરામાં LOC પાસે હથિયારો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કરાયો છે. સર્ચ ઓપરેશન દરમિયાન પ્રાપ્ત થયેલા આ જથ્થામાંથી મોટા આતંકવાદી ષડયંત્રને સુરક્ષાદળોએ ટાળી દીધુ છે. આ સંદર્ભે પોલીસે કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરક્ષાદળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેજના તરબલ ગામમાં નિયંત્રણ રેખાની પાસે હથિયારો અને દારૂગોળોનો એક જથ્થો જપ્ત કર્યો છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેના તરફના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન ગોવિંદ નાળા વિસ્તારમાં આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ એકે-47 રાઈફલ, એકે-47ની 12 મેગેઝીન, બે પિસ્તોલ એમ કુલ 550 કારતુસ, 18 ગ્રેનેડ અને અન્ય આપત્તિજનક સામગ્રી સામેલ છે.

પૂંછમાં ભારતીય સેના, એસઓજી અને બીએસએફે સોમવારે એક આતંકી ઠેકાણુ ધ્વસ્ત કર્યુ હતું. આ આતંકવાદી ઠેકાણા પરથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો એકત્રિત થયો છે. સ્વતંત્રતા દિવસ પહેલાં આ આતંકી ઠેકાણાની ભાળ મળી અને ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષાદળોની મોટી સફળતા મળી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch