Tue,17 June 2025,9:23 am
Print
header

અમદાવાદમાંથી GST નું કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ પકડાયું, DGGI એ મયૂર શર્માની કરી ધરપકડ

  • Published By
  • 2025-05-29 16:39:19
  • /

22 શેલ કંપનીઓમાં અંદાજે 33.66 કરોડ રૂપિયાની હેરાફેરી મળી આવી

કઠવાડા- સિંગરવા રોડ પર આવેલા ઝવેરી એસ્ટેટમાં છે આર.કે.ઇન્ડસ્ટ્રીઝ

નરોડામાં આવેલી બિરાજ રેસિડેન્સી સહિત 12 જગ્યાઓએ દરોડા કરાયા હતા

પાન-મસાલાનો ખોટો વેપાર દર્શાવીને આઇટીસી લઇ લેવાઇ હતી

અમદાવાદઃ DGGI ની અમદાવાદ ટીમે મસમોટું કૌભાંડ ઝડપીને આરોપીની ધરપકડ કરી લીધી છે. કરોડો રૂપિયાની આઇટીસી મેળવી લેનારા નરોડાની આર.કે.ઇન્ડસ્ટ્રીઝના મયૂર શર્માની ધરપકડ કરવામાં આવી છે.

જુદી જુદી 22 જેટલી શેલ કંપનીઓ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે, ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સને આ માહિતી મળી હતી, જેને આધારે તપાસ કરવામાં આવતા 22 જેટલી કંપનીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતુ. જેને આધારે આર. કે. ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર મયૂર રામનિવાસ શર્માની ધરપકડ કરાઇ હતી.

GST નું કરોડો રૂપિયાનું મસમોટું કૌભાંડ પકડાયું, DGGI એ મયૂર શર્માની કરી ધરપકડ

આરોપી કોઇ પણ પ્રકારના માલની સપ્લાય કર્યાં વગર જ ખોટા બિલો બનાવતો હતો અને કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરીને સરકારી તિજોરીમાંથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. આરોપીએ અમદાવાદ સિવાય રાજસ્થાનના જોધપુર, જયપુર અને મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં માલ વેંચ્યો હોવાના ખોટા બિલો બનાવ્યાં હતા. ખાસ કરીને પાન-મસાલાનો ખોટો વેપાર કરીને જીએસટીની આ ચોરી કરવામાં આવી હતી, હાલમાં આ કૌભાંડમાં અન્ય માથાઓની સંડોવણીની તપાસ કરાઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch