Sat,20 April 2024,4:17 am
Print
header

ઋત્વિક રોશને મુંબઇમાં ખરીદ્યા બે નવા ફ્લેટ, ઘરમાંથી દેખાય છે દરિયો, કિંમત જાણીને તમે ચોંકી જશો

મુંબઇઃ સુપરસ્ટાર ઋત્વિક રોશને મુંબઇમાં રૂ.100 કરોડમાં 2 નવા ફ્લેટ ખરીદ્યા છે. મુંબઇ મિરરના રિપોર્ટ પ્રમાણે ઋત્વિક રોશને જુહુ વર્સોવા લિંક રોડ પર એક બિલ્ડિંગમાં 14, 15 અને 16મા માળે એપાર્ટમેન્ટ્સ લીધા છે જેની કિંમત રૂ.97.5 કરોડ છે. ઋત્વિકનો ફ્લેટ 38 હજાર ચોરસ ફૂટનો છે.  

આવી છે સુવિધા

ફ્લેટમાં 6,500 ચોરસ ફૂટની ખુલ્લી છત છે એક્ટરના પરિવારની પાસે 10 પાર્કિગ સ્લોટ મળ્યા છે. ઋત્વિકે એક ફ્લેટ માટે 67.5 કરોડ રૂપિયા ચૂકવ્યા છે જે 27,534.85 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. બીજો ફ્લેટ 30 કરોડ રૂપિયાનો છે જે 11,165.82 ચોરસ ફૂટનો છે. ઋત્વિક રોશન હાલ જુહૂના પ્રાઇમ બીચ હાઉસમાં ભાડાના મકાનમાં રહે છે. આ મકાન માટે તે દર મહિને 8.25 લાખ રૂપિયા ચૂકવે છે. 

ઋત્વિકની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે તે વૉર ફિલ્મમાં નજરે પડ્યો હતો.આ એક્શન ફિલ્મમાં ઋત્વિકની સાથે ટાઇગર શ્રોફની ભૂમિકા પણ હતી. ફિલ્મે બોક્સ ઑફિસ પર 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું હતું. ચર્ચા છે કે સિદ્ધાર્થ આની સિક્વલ બનાવી રહ્યો છે. સમાચારો એવા પણ આવી રહ્યા છે કે ઋત્વિક યશ રાજ બેનરની એક મોટા બજેટની ફિલ્મમાં કામ કરી રહ્યો છે.જે રિયલ લાઇફ ઇવેન્ટ્સ પર આધારિત છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch