Tue,17 June 2025,12:52 am
Print
header

લખનઉ- આગ્રા એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, બિહારથી આવી રહેલી બસ દૂધના કન્ટેનર સાથે અથડાતા 18 લોકોનાં મોત

  • Published By
  • 2024-07-10 08:52:10
  • /

ઉત્તર પ્રદેશઃ ઉન્નાવમાં આજે સવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કુલ 18 મુસાફરોનાં મોત થયા છે. જેમાં 14 પુરૂષો, 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. ડબલ ડેકર બસ પાછળથી દૂધના કન્ટેનરમાં ઘૂસી જતાં આ અકસ્માત થયો હતો. લખનઉ-આગ્રા એક્સપ્રેસ વે પર સ્પીડમાં આવી રહેલી બસ પાછળથી દૂધના કન્ટેનર સાથે અથડાયા બાદ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઘટનાની માહિતી મળતાં જ બેહતા મુજાવર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને સીએચસી બાંગરમાળમાં સારવાર માટે દાખલ કર્યાં હતા, મૃતદેહોનો કબ્જો મેળવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ અકસ્માતની નોંધ લીધી છે. તેમણે મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપી દીધી હતી, યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. આ સાથે જ તેમણે ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.

યુપીના પરિવહન મંત્રીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. X પર પોસ્ટ કરીને તેમણે લખ્યું કે ઉન્નાવ જિલ્લામાં એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં જાનહાનિ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. તમામ ઘાયલોની યોગ્ય સારવાર માટે જિલ્લા વહીવટી તંત્ર અને પરિવહન વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. હું મૃતકોના આત્માની શાંતિ અને ઘાયલો ઝડપથી સાજા થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch