Wed,24 April 2024,12:12 am
Print
header

કોવિશીલ્ડ વેક્સિન પાસપોર્ટ વિવાદ, યુરોપના નિર્ણયને પગલે અદાર પુનાવાલાનું મોટું નિવેદન

નવી દિલ્હીઃ યુરોપીયન સંઘના દેશો દ્વારા જે લોકોએ કોવિશીલ્ડ વેક્સિન લગાવી છે તે લોકોને વેકિસન પાસપોર્ટ આપવાની ના પાડી દેવામાં આવી છે. જેને લઈને સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે આ મામલે ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. ટ્વીટર પર ટ્વીટ કરીને પૂનાવાલાએ આ મામલે લોકોને આશ્વાસન આપ્યું છે.

પૂનાવાલાએ કહ્યું કે જે લોકોએ તેમની કંપનીની કોવિશીલ્ડ વેક્સિન લીધી છે. તે લોકોને યુરોપમાં વેક્સિન પાસપોર્ટ મામલે તકલીફ પડી રહી છે. જેથી હું તેમને આશ્વાસન આપુ છું કે આ મુદ્દો ઉચ્ચસ્તરે મુકવામાં આવશે. સાથે જ પૂનાવાલાએ આ મામલે ઝડપથી નિરાકરણ લાવવાની વાત કરી છે. 

ચાર વેક્સિનને મંજૂરી

યુરોપીયન મેડિસિન એજન્સી દ્વારા ચાર વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. જેમા એસ્ટ્રાજેનેકા વેક્સિન શામેલ છે.પરંતુ સીરમ ઈન્સ્ટીટયૂટની કોવિશીલ્ડ વેક્સિન બનાવામાં આવી છે તેને મંજૂરી આપવામાં નથી આવી. બીજી તરફ ભારતમાં મોટા ભાગના લોકોને હાલ કોવિશીલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે.

1 જુલાઈથી વેક્સિન પાસપોર્ટ અમલમાં

યુરોપિયન સંઘની યોજના અનુસાર 1 જુલાઈથી ડિજિટલ કોવિડ સર્ટિફિકેટ અમલમાં મુકાવામાં આવશે જેને EU પાસપોર્ટ પણ કહેવામાં આવે છે. આ સર્ટિફિકેટનો ઉદ્દેશ કોરોના સામે લડવાનો છે.આ સર્ટિફિકેટ જે લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હોય અને જે લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ છે તે લોકોને આપવામાં આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch