Fri,19 April 2024,11:11 pm
Print
header

અરવિંદ કેજરીવાલ પહોંચ્યાં હોસ્પિટલ, સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિવારોને મળ્યાં- Gujarat Post

પાંચ લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા

બોટાદઃ બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડમાં 28 લોકોનાં મોત થયા છે. 13 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અમદાવાદ રીફર કરાયા છે. અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડમાં કુલ 76 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લીધી, જેમાંથી 28 ના મૃત્યું થયા છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ગુજરાતની મુલાકાતે આવેલા આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, ખૂબ દુખની વાત છે કે ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી લોકોનાં મોત થયા છે.તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપું છું અને દુખની ક્ષણમાં પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. બાદમાં તેઓ પીડિત પરિવારોને મળવા પહોંચ્યાં હતા અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા.

દરમિયાન બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં હપ્તો આપવાની વાત થઈ રહી છે. ચોકડી ગામનો બૂટલેગર મેહુલ હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. કેટલો હપ્તો લેશે અને મારી પાસે મેડમના પૈસા લેવા ક્યારે આવશો તેવી વાત પણ કરી રહ્યો છે. ત્યારે આ લોકોની બેદરકારીને કારણે જ લોકોના મોત થઇ રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch