Wed,24 April 2024,12:28 pm
Print
header

અમદાવાદ હની ટ્રેપ કેસ: ક્રાઈમ બ્રાન્ચે વધુ એક PSIની કરી ધરપકડ, લાંબા સમયથી હતો ફરાર

પીએસઆઇ જે.કે.બ્રહ્મભટ્ટની ધરપકડ કરી લેવામાં આવી 

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે હનીટ્રેપ કેસમાં વધુ એક આરોપી પીએસઆઇ જે.કે. બ્રહ્મભટ્ટની ધરપકડ કરી લીધી છે. પકડાયેલો આરોપી જેતે સમયે મહિલા ક્રાઇમમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હતો. અત્યાર સુધીમાં મહિલા પીઆઈ સહિત કુલ 8 લોકોની ધરપકડ થઈ છે. આરોપી પીએસઆઇના રોલની વાત કરવામાં આવે તો પકડાયેલા આરોપીઓની અરજીને મારફતે સમાવાળાઓને બોલાવીને સમાધાન કરાવવા પ્રયત્નો કરતા હોવાનું  સામે આવ્યું છે. 

જયારે હનીટ્રેપ કાંડ થયો ત્યારે આ કેસમાં આરોપી તરીકે તત્કાલીન પીઆઇ ગીતા પઠાણની પણ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જેમાં ગીતા પઠાણે સેનેટાઇઝર પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો જેમાં તેની સારવાર બાદ સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવી હતી.

આરોપીઓ અનેક વેપારીઓને ટાર્ગેટ કરી ચુક્યા છે અને પોતાના શિકાર બનાવી ચુક્યા છે. આ ગેંગનો માસ્ટર માઈન્ડ છે ડિસમિસ પોલીસ કર્મચારી જીતેન્દ્ર મોદી અને તેની સાથે અન્ય આરોપી બિપિન પરમાર જે વકીલ છે અને ઉન્નતિ રાજપૂત આ તમામ લોકો અન્ય સાગરીતો સાથે મળી 50 થી 60 વર્ષ ના વેપારીઓને પોતાના ટાર્ગેટ બનાવતા હતા અને સમાધાનના નામે તેમની પાસેથી તોડ કરી લેતા હતા.

આ મામલે ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસો પહેલા મહિલા પીઆઈ ગીતા પઠાણની પણ ધરપકડ કરી હતી. ઘટનાની વાત કરીએ તો ગેંગનો માસ્ટર માઈન્ડ જીતેન્દ્ર મોદી જે ફેસબુકમાં મહિલાઓના નામે અલગ અલગ એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ વેપારીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કરતો હતો.ત્યાર બાદ મેસેન્જર પર વાત કરી એક મોબાઈલ નંબર આપતો હતો અને જે મોબાઇલ નંબર પર ઉન્નતી અને ગેંગમાં સામેલ અન્ય યુવતી જાહનવી સાથે વાત કરાવતો હતો. ત્યાર બાદ વેપારીને હોટેલના રૂમ અથવા કારમાં બોલાવી એકાંતમાં મોકલી દેતો હતો.આ સમગ્ર ઘટના બાદ જે-તે વેપારી વિરુદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવતો હતો.

અરજી થયા બાદ ગેંગના અન્ય લોકો યુવતીના બેન અને બનેવી તરીકે ઓળખ આપતા અને બિપિન પોતે વકીલ અને જીતેન્દ્ર પોલીસની ઓળખ આપી વેપારીઓને ડરાવીને કહેતા હતા કે આમાં તો પોસ્કો અને બળાત્કાર દાખલ થશે તેમ કહી રૂપિયા પડાવી લેવાનું કામ કરતા હતા. મહિલા પોલીસ પણ આ ગેંગમાં સામેલ હતા અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 પોલીસ કર્મીઓ સહિત કુલ 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch