Sat,20 April 2024,7:00 pm
Print
header

સવારે ઉઠતા જ મધ અને લીંબુથી બનેલું આ ફેટ કટર ડ્રિંક પીવો, થોડાક દિવસોમાં જ ઓગળવા લાગશે ચરબી

અમદાવાદઃ મોટાભાગના લોકોને કોરોના કાળમાં ઘેરબેઠાં પેટની ફાંદ વધી જવાની સમસ્યાઓ જોવા મળી છે. આખો દિવસ ઘરેથી કામ કરવાના અને કસરતના અભાવે તેમજ દિવસ દરમિયાન કંઇક ને કંઇક ખાવાના કારણે આ સમસ્યા વધી છે.આવા સંજોગોમાં તમારા વધેલા પેટને અંદર કરવા માટે ઘરે જ બનાવેલા ડ્રીંકને દરરોજ ખાલી પેટ જરૂર પીવું જોઇએ. જેનાથી તમારી વધેલી ચરબી ઓગળી જશે.  

વેટ લૉસ ડ્રિંક માટે જરૂરી ચીજો

એક લીંબુનો રસ
આદુનો નાનકડો ટુકડો
એક ચમચી મધ
પાણી ત્રણ કપ

બનાવવાની રીત

આ વજન ઘટાડવાના ડ્રિંકને બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક પેન (તવો) ચઢાવો. હવે તવામાં ત્રણ કપ પાણી નાંખો. જેવું પાણી ઉકળે તેમાં આદુનો એક નાનકડો ટુકડો નાંખી 5 થી 10 મિનિટ ઉકાળો. ત્યાર બાદ ગેસને બંધ કરો. હવે આ પાણીને ગાળીને કપમાં ભરી લો. તેમાં એક લીંબુનો રસ અને એક ચમચી મધ નાંખો. આ ડ્રિંકને દરરોજ સવારે ઉઠતાં જ પીવો. આનાથી તમારુ વજન ઘટવા લાગશે. 

ડ્રિંકના ફાયદા

લીંબુ

લીંબુ વજનને ઘટાડવાનું કામ કરે છે.આ સાથે જ કોલેસ્ટ્રોલ ઘટાડવાનું પણ કામ કરે છે. જો દરરોજ ખાલી પેટે લીંબુનો રસ પાણીની સાથે પીશો તો જલદી વજન ઘટશે. 

આદુ 

આદુમાં એન્ટી ઑક્સીડન્ટ ગુણ હોય છે. આ શરીરમાં અનેક બીમારીઓથી દૂર રાખવા ઉપરાંત પેટને લાંબા સમય સુધી ભરેલું પણ રાખે છે.  

મધ

મધથી શરીરને ઉર્જા મળે છે. આ સાથે જ તે શરીરની કેલરીને બર્ન કરવાનું કામ પણ કરે છે. તેના સેવનથી શરીરમાં ફેટ વધવાનું પણ ઘટી જાય છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar