નવી દિલ્હીઃ ભારતમાં તહેવારોની સીઝનને જોતાં ઓટો કંપનીઓ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અનેક પ્રકારની ઓફર્સ આપી રહી છે. આ જ ક્રમમાં જાપાનની વાહન ઉત્પાદક કંપની હોન્ડા તેના લોકપ્રિય મૉડલો પર 2.50 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. તો આવો જાણીએ હોન્ડાની ગાડીઓ પર મળનારી છૂટ વિશે...
2020 Honda City: હોન્ડા કાર્સ તેની પાંચમી પેઢીની હોન્ડા સિટી પર ઓક્ટોબરમાં 30,000 રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. નવી હોન્ડા સિટીની કિંમત 10.90 લાખ રૂપિયાથી લઇને 14.65 લાખ રૂપિયાની વચ્ચે છે.
Honda Amaze: હોન્ડા અમેઝના પેટ્રોલ વેરિએન્ટ પર 47,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો તેના ડિઝલ વેરિએન્ટ પર 37,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો. મહત્વનું છે કે અમેઝના પેટ્રોલ વેરિએન્ટની કિમત 6.10 લાખ રૂપિયાથી 8.76 લાખ રૂપિયા (એક્સ શો રૂમ, દિલ્હી) વચ્ચે છે. તો તેના ડીઝલ મોડલની કિમત 7.56 લાખથી 9.96 લાખ રૂપિયાની વચ્ચે છે.
Honda Jazz: હાલમાં જ લૉન્ચ થયેલી Honda Jazzના બધા વેરિએન્ટ પર 40,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે, જેમાં 25,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. મહત્વનું છે કે આ પ્રીમિયમ હેચબેકના એક્સચેન્જના 15,000 રૂપિયાની વધારાની છૂટ મળી રહી છે. તો હોન્ડા જાઝની કિંમત 7.50 લાખ રૂપિયાથી શરૂ કરીને 9.74 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની વચ્ચે રાખવામાં આવી છે.
Honda WR-V: જો તમે ઑક્ટોબરમાં હોન્ડા ડબલ્યૂઆર-વીને ખરીદવા માંગો છો, તો તેના બધા વેરિએન્ટ પર કુલ 40,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. જેમાં 25,000 રૂપિયાની રોકડ છૂટ, કાર એક્સચેન્જ પર 15,000 રૂપિયાની વધારાની છૂટ સામેલ છે. Honda WR-Vની ફેસલિફ્ટની કિંમત 8.50 લાખ રૂપિયાથી લઇને 11 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)ની વચ્ચે રાખવામાં આવી છે.
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46