Thu,18 April 2024,8:55 am
Print
header

લેટિન અમેરિકાના કોસ્ટા રિકા દેશમાં સમલૈગિંક લગ્નને મંજૂરી

સૈનજોસઃ કોસ્ટા રિકામાં મંગળવારથી સમલૈંગિક લગ્નની મંજૂરી આપી દેવામાં આવી છે. અહીંની સુપ્રિમ કોર્ટે  દેશમાં સમલૈગિંક લગ્ન પરના પ્રતિબંધને ખતમ કરતો આદેશ આપ્યો હતો. આ સાથે જ કોસ્ટા રિકા લેટિન અમેરિકાનો છઠ્ઠો દેશ બન્યો છે કે જેણે સમલૈગિક  લગ્નને પરવાનગી આપી છે. જો કે કોરોના વાયરસને કારણે હાલ જાહેર સમારોહ પર પ્રતિંબધ છે. જેથી  સમલૈગિંક સંબધો ધરાવતા લોકોએ આ ચુકાદાને આવકાર્યો હતો. પરંતુ તેઓ સેેલિબ્રેશન કરી શક્યા નથી.

આ પહેલા લેટિન અમેરિકાના ઇક્વાડોરે ગયા વર્ષે આવી મંજૂરી આપી હતી. મેક્સિકોમાં પણ કેટલાંક ભાગોમાં સમલૈગિંક સબંધોને મંજૂરી આપી હતી. સમલૈંગિક સંબધોને સમાનતા અપાવવા માટે માર્કો કૈસ્ટિલો લાંબા સમયથી લડત આપી રહ્યાં હતા. તેમણે તેમના સાથે જજની હાજરીમાં લગ્ન પણ કર્યા છે.તેમણે કહ્યું કે સામાજીક સમાનતા માટે આ મહત્વપૂર્ણ પગલુ છે. તેમણે વર્ષો સુધી અદાલતમાં આ માટે લડત લડી હતી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch